મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
Women Farmers India: ખેતીનું નામ પડે એટલે પરંપરાગત પહેરવેશમાં બળદગાડા કે ટ્રેક્ટર સાથે ખેડૂતનું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે છે. ભારતમાં મહિલાઓ માત્ર ઘરમાં રસોઈ કરતી ગૃહિણી જ નહીં પરંતુ, રસોઈ જેનાથી બને તે અનાજ વગેરે પકાવવા અને તેને આનુષંગિક કાર્યમાં પણ મોખરે છે. કાલે સંસદમાં અપાયેલી માહિતી મૂજબ ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશમાં 486.34 લાખ મહિલા કિસાનો એમ.કે.એસ.પી.યોજનામાં એગ્રો ઈકોલોજીકલ કામગીરીમાં જોડાયેલી છે.
ખેતીવાડી ક્ષેત્રમાં આશરે 50% મહિલા કામદારો
કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલમાં ગત તા.25-11-2025ની સ્થિતિએ ખેતીવાડી અને તેને આનુષંગિક ક્ષેત્રે જોડાયેલા 16.25 કરોડ કામદારોની નોધણી થઈ છે તેમાં 8.04 કરોડ એટલે કે આશરે 50 ટકા મહિલાઓ છે.
આ ઉપરાંત દેશમાં છેલ્લા ઈ.સ.2023-24ના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 76.9 ટકા અને શહેરી વિસ્તારમાં 12.3 ટકા અને સરેરાશ દેશમાં 64.4 ટકા મહિલાઓ ખેતીવાડી ક્ષેત્રમાં પરસેવો પાડીને રોજગારી મેળવે છે.
ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં વધુ મહિલા કિસાનો
મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના હેઠળ આવરી લેવાયેલ મહિલા કિસાનોની સંખ્યા ગુજરાત કરતા બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, તમિલનાડુ, ઉારપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં વધારે છે. ઑક્ટોબર-2025 સુધીમાં સૌથી વઘુ આંધ્રપ્રદેશમાં 50.34 લાખ, બિહારમાં 48.26 લાખ, મહારાષ્ટ્રમાં 45.41 લાખ, તેલંગાણામાં 30.86 લાખ, ઉત્તરપ્રદેશમાં 36.04 લાખ મહિલા કિસાન નોંધાયેલ છે.
આ પણ વાંચો: ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત
શાકભાજી વેચાણથી માંડીને પશુપાલનમાં મહિલા મોખરે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓમાં પણ મહિલાઓની સંખ્યા નોંધપાત્ર નજરે પડે છે. આ ઉપરાંત પશુપાલનના વ્યવસાયમાં પણ મહિલાઓ અગ્રેસર છે. હવે મહિલાઓ દ્વારા પાપડ, અથાણા સહિતનો ફૂડ બીઝનેસ પણ જાતે સંભાળે છે. આ સ્થિતિ છતાં મહિલાઓ માટે સિટી બસ સેવા કાયમી ફ્રી કરવી, પર્યાપ્ત જાહેર સેનીટેશન સુવિધાનો અભાવ જોવા મળે છે. શ્રમના કાર્ય ઉપરાંત અભ્યાસ, વ્યાયામમાં પણ રાજકોટમાં મહિલાઓ એટલી અગ્રેસર છે કે તેમના માટે ખાસ ઉદ્યાનો, વાંચનાલય, સ્વીમીંગ પૂલ બન્યા છે અને મનપાએ 4 દાયકા પહેલા વાંચનાલયની શરુઆત માત્ર મહિલાઓ માટે કરી હતી જે આજે પણ ચાલે છે.









