Gujarat

ખેડબ્રહ્મા તાલુકામાં ખેતરોમાં ઇલેક્ટ્રીક મોટરો અને વાયરની ચોરીના બનાવો વધ્યા

By GS Team
28 Jun 20201 min read
This article was originally published on 28 Jun 2020
ખેડબ્રહ્મા તાલુકામાં ખેતરોમાં ઇલેક્ટ્રીક મોટરો અને વાયરની ચોરીના બનાવો વધ્યા

ખેડબ્રહ્મા તા.27 જૂન, 2020, શનિવાર

ખેડબ્રહ્મા તાલુકામાં ગામડાઓમાં સીમમાં ચોરીનું પ્રમાણ દિવસે દિવસે વધવા માંડયું છે. સીમ ચોરીમાં ખેતરોમાંથી તશ્કરો ઇલેક્ટ્રીક મોટરો વાયરોની ચોરી કરવા લાગતા હવે ખેડુતોને ખેતરોમાં પાકની તેમજ ઇલેક્ટ્રીક મોટરોની ચોકી કરવા રાત્રીના ઉજાગરા કરવા પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. ખેડબ્રહ્મા તાલુકામાં હવે તશ્કરો ખેતી પાકની તેમજ કુવાઓની મોટરો સ્ટાર્ટરો ચોરી કરવા લાગ્યા છે. મોઘીદાટ મોટરો ચોરાતા ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેતરોમાં તશ્કરોએ ચોરીઓ કરવાનું ચાલુ કરી દીધું છે.

ખેડબ્રહ્મા તાલુકાના મધુનગર કંપામાં નટવરભાઈ મોતીભાઈ પટેલના ખેતરમાંથી મોટર, વાયર તેમજ પાઈપ રૂ.૨૫૦૦૦ની ચોરી કરીને લઈ ગયા હતા. મેત્રાલ ગામે હાઈવે રોડ ઉપર આવલી વિરકૃપા રેસ્ટોરન્ટમાં પાછળના ભાગે મોટર તેમજ વાયર રૂ.૨૪૦૦૦નું તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. રાધીવાડ ગામે હાઈવે રોડ ઉપર આવેલા રામદેવ મંદિરે પણ તાળા તોડયા હતા. રાત્રીના પોતાના ખેતરોમાં જાગીને ચોકી કરવી પડે છે. આમ એક બાજુ વરસાદ ખેંચાતા ખેડુતો ભારે ચિંતામાં છે ત્યારે તસ્કરોએ સીમ ચોરી કરતા ખેડુતોમાં ભારે ચિંતા થવા લાગી છે. અને ખેતરોમાં મોટરો અને વાયરોની ચોકી કરવી પડે છે.  ખેડુતો જણાવી રહ્યા છે કે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાત્રીના સમયે ગામડાઓમાં પેટ્રોલીંગ કરવું જરૂરી બન્યું છે.