Gujarat

મોરબીના ખાનપર ગામે મંદિરમાં સેવાભાવીને બાંધી માર મારી લૂંટ

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
મોરબીના ખાનપર ગામે મંદિરમાં સેવાભાવીને બાંધી માર મારી લૂંટ

મોરબી : મોરબીના ખાનપર ગામમાં આવેલ ગોમટેશ્વર મહાદેવ મંદિરને રાત્રીના લૂંટારૂ ટોળકીએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાં રાત્રીના સમયે અહી સેવાપૂજા કરતા અને મંદિરમાં જ રહેતા નારાયણભાઈ પર હુમલો કરી દીધો હતો .જેમાં ટોળકીના સભ્યોએ નારાયણભાઈના હાથપગ બાંધી દઈને માર મારી રૂમમાં બંધ કરી દીધા હતા .

અને બાદમાં મહાદેવ મંદિરમાં રહેલા દોઢથી પોણા બે કિલો ચાંદીના આભુષણની ચોરી કરી હતી. અને તાજેતરમાં શિવરાત્રી નિમિતે ભક્તોએ ચડાવેલ ચડાવાની દાનની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થયા હતા .પોલીસ એ બનાવની તપાસ હાથ ધરી છે.