Get The App

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા 1 - image

- શહેર-જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી હાઇસ્કૂલોમાં નિમણૂંક

- ઓક્ટોબરમાં યોજાયેલ પ્રથમ રાઉન્ડમાં બન્ને વિભાગના થઇ 162 જ્ઞાાન સહાયકોને સમાવાયા હતાં

ભાવનગર : શહેર-જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં કરાર આધારિત જ્ઞાન સહાયકો ભરવાની પ્રક્રિયા વડી કચેરી દ્વારા હાથ ધરાય છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં ૧૬૨ બાદ બીજા રાઉન્ડમાં તાજેતરમાં ૩૩ જ્ઞાાન સહાયકોને નિમણૂક કરવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ કાયમી ભરતી બાદ ખઆલી રહેતી શિક્ષકોની જગ્યા ભરવા કરાર આધારિત શિક્ષકો નિમવાની જોગવાઇના પગલે હાઇસ્કૂલોમાં જ્ઞાાન સહાયકોને લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઓક્ટોબર-૨૦૨૫માં ભાવનગર શહેર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૧૨૭ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૩૫ ઉમેદવારોની નિમણૂક કરાઇ હતી. જેમાના મોટાભાગના ઉમેદવારો હાજર થઇ ગયા છે. જ્યારે આ જગ્યા પુરાયા બાદ ખાલી રહેતી સીટો માટે જ્ઞાાન સહાયકનો બીજો રાઉન્ડ જાહેર થયો હતો અને આવેલ અરજીઓ પૈકી માધ્યમિક વિભાગમાં ૨૧ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૨ ઉમેદવારોના વડી કચેરી દ્વારા ઓર્ડરો થવા પામ્યા હતાં. જો આગામી દિવસોમાં નિશ્ચિત જે-તે પસંદગી વાળી શાળાએ હાજર થશે. આમ જિલ્લાની ૯૪ સરકારી અને ૧૩૧ ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં પ્રથમ અને દ્વિતિય રાઉન્ડના અંતે માધ્યમિકમાં ૧૪૮ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪૭ જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂકો થવા પામી છે.

બે રાઉન્ડમાં જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હજુ 137 જગ્યા ખાલી

અગાઉ પ્રવાસી શિક્ષકોના સ્થાને હાલ જ્ઞાનસહાયકોની ૧૧ માસના કરાર આધારે નિમણૂક થઇ રહી છે જેના બે રાઉન્ડના અંતે જિલ્લાની ૯૪ સરકારી અને ૧૩૧ ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં હાલની સ્થિતિએ માધ્યમિકમાં ૧૮ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૧૯ જગ્યાઓ મળી કુલ ૧૩૭ શિક્ષકોની ઘટ હાઇસ્કૂલમાં હોવાનું જણાયું છે.