Gujarat

સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું

By GS TEAM
14 Nov 20251 min read
સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ  ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું

  અમદાવાદ,ગુરુવાર,13 નવેમ્બર,2025

અમદાવાદના સરખેજ વોર્ડમાં રુપિયા ૧૭.૫૦ કરોડના ખર્ચે શકરી તળાવ બે વોટર ફાઉન્ટેન સાથે ડેવલપ કરાયુ છે.પાંચ હજાર ચોરસ મીટર જગ્યામા બગીચો બનાવાયો છે.તળાવ વિકસિત કરવાની મોટાભાગની કામગીરી પુરી કરી લેવાઈ છે.

શકરી તળાવ બે ફેઝમાં ડેવલપ કરાયુ છે.૭૮૮૫૮ ચોરસમીટર ક્ષેત્રફળ પૈકી ૩૪૬૭૬ ચોરસમીટર જગ્યામા તળાવ ડેવલપ કરાયુ છે.તળાવ ફરતે ત્રણ ગેટ બનાવી કમ્પાઉન્ડ વોલ બનાવાઈ છે.તળાવ ફરતે નાગરિકો માટે વોક-વે તથા  બે ગઝેબો ,તળાવના ઘાટ બનાવાયા છે.બાળકો માટે રમતગમતનુ મેદાન ઉપરાંત તેમા રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવાયા છે.