Gujarat
રામોલ હાથીજણ વોર્ડમાં વગર વરસાદે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો
By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
અમદાવાદ શહેર માટે ભુવા પડવા એ નવાઈની વાત નથી. કોઇપણ સિઝન હોય ભૂવા પડવાનું બંધ થતું નથી. શહેરમાં ચોમાસાની સિઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે અને આ જ તંત્રનાં કામની પોલ ખોલે છે.
રામોલ હાથીજણ વોર્ડમાં મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે. બચુભાઈના કૂવા પાસે વગર વરસાદે ભૂવો પડ્યો છે. ભૂવાથી પરેશાન લોકો કહી રહ્યા છે કે વિકાસ ખાડે ગયો. ભૂવો પડવાના કારણે કોર્પોરશનના અધિકારીઓએ બેરિકેટ મૂકી સંતોષ માન્યો.




