Gujarat

મુંદરા ડ્રગ્સ કાંડમાં ડીઆરઆઈ બાદ એન.એ.આઈ. દ્વારા ગુનો નોંધી તપાસ

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
મુંદરા ડ્રગ્સ કાંડમાં ડીઆરઆઈ બાદ એન.એ.આઈ. દ્વારા ગુનો નોંધી તપાસ

ભુજ,બુધવાર

સપ્ટેમ્બર માસમાં કચ્છના મુંદરા બંદરે રૃ.૨૧ હજાર કરોડની કિંમતનું ૨,૯૯૯.૨૧ કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સમગ્ર કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)ને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ પ્રારંભમાં ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસના સંસદ સભ્ય એન્ટો એન્ટનીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રના રાજય કક્ષાના ગૃહ પ્રાધાન નિત્યાનંદ રાયે જણાવ્યુ હતુ કે, કેફી દ્રવ્યનો જથૃથો ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ(ડીઆરઆઈ) દ્વારા મુંદરા પોર્ટ પર ટીજી ટર્મિનલ પ્રા.લી. ખાતેાથી કબ્જો કરવામાં આવ્યો હતો. આ કેસ ૨૯૯૮ કિલોગ્રામ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ મેળવવા અને ડિલીવરી કરવાનો છે. આમાં વિદેશી વ્યકિતઓ સંડોવાયેલી છે. 

ડ્રગ્સનો જથૃથો ઈરાનના અબ્બાસ બંદરેાથી અફઘાનિસ્તાન માર્ગે આવ્યો હતો. કન્સાઈનમેન્ટ ' સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ'નું આયાત કરાયેલુ હતુ. પણ અંદર ડ્રગ્સનો જથૃથો સંતાડવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને પગલે ત્રાસવાદ-વિરોધી કેન્દ્રીય એજન્સી(એનઆઈએ) એ ડીઆરઆઈની તપાસ પોતાને હસ્તક લીધી છે. ડીઆરઆઈ એજન્સીએ ચેન્નાઈ સિૃથત ઉાધોગપતિઓ મછવારમ સુાધાકરન, દુર્ગા પી.વી. ગોિંવદરાજુ, રાજકુમાર પી તાથા અન્યો સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એકટ તાથા ગેરકાયદેસર પ્રવૃતિઓ પ્રતિબંધ કાયદાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કુલ આઠ જણની ધરપકડ કરાઈ છે. આમાં ત્રણ ભારતીય, ચાર અફઘાન અને એક ઉઝબેક નાગરિકનો સમાવેશ થાય છે.