Gujarat

જામનગર શહેરમાં કોરાનાનું સંક્રમણ યથાવત: ગઈકાલે પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
જામનગર શહેરમાં કોરાનાનું સંક્રમણ યથાવત: ગઈકાલે પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે, અને પ્રતિ દિન પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જે સિલસિલા ગઈકાલે પણ ચાલુ રહ્યો છે અને જામનગર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારનો કોરોનાના કેસ નો આંકડો શૂન્યનો રહ્યો છે. કોરોના ના કેસો ફરીથી સામે આવી રહ્યા હોવાથી જામનગર શહેર અને જિલ્લામાં બહારગામથી આવતા લોકોનું કોવિડ પરીક્ષણ વધારી લેવામાં આવ્યું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ પરિસરમાં શરૂ કરાયેલા કોરોનાના વોર્ડમાં કુલ 8 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા, જે પૈકી શહેરી વિસ્તારના 2 દર્દીઓને રજા આપવામાં આવી છે અને ગઈકાલે વધુ એક દર્દીના ઉમેરો થયો છે અને નવા વેરિએન્ટ ના એક દર્દી સહિત કુલ છ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે દર્દીને માત્ર ઓક્સિજન મારફતે સારવાર અપાઇ રહી છે. બાકીના તમામ દર્દીઓ સ્વસ્થ છે.

મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના વધુ એક દર્દીનો ઉમેરો થયો છે. જામનગર શહેરના 55 વર્ષની વયના એક મહિલા ને મ્યુકરની બીમારીના કારણે ગઈકાલે સારવાર માટે જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલમાં કુલ છ દર્દીઓ જી.જી.હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર હેઠળ છે, અને તમામ ની સર્જરી કરી લેવાયા પછી તેર વર્ષની એક બાળકી સહિતના 6 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.