Gujarat

વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને જીત પછી હાર મળી

By GS TEAM
6 Apr 20261 min read
વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને  જીત પછી હાર મળી

 અમદાવાદ,સોમવાર,6 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવાર જગદીશ મોહનાનીને વિજેતા જાહેર કરાયા હતા. પ્રમાણપત્ર પણ આપી દેવાયુ હતુ.દરમિયાન રિટર્નીંગ ઓફિસરને નવમા રાઉન્ડની ગણતરીમા ભુલ થયાનુ લાગતા ફેર મતગણતરી કરવાનો નિર્ણય કરાતા આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ૭મે-૨૨ના રોજ ફેર મતગણતરી કરવામા આવતા ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને ૬૬૪ મતથી સુપ્રિમ કોર્ટે વિજેતા જાહેર કર્યા હતા.

કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં એન.સી.પી.ના નિકુલસિંહ તોમરને સમર્થન આપવાની સાથે બીજા પુરુષ ઉમેદવાર તરીકે જગદીશ મોહનાનીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.૨૧ ફેબુ્આરી-૨૧ના રોજ મતદાન હાથ ધરવામા આવ્યુ હતુ.૨૩ ફેબુ્આરીએ શહેરની અન્ય બેઠક સાથે કુબેરનગર વોર્ડની મતગણતરી હાથ ધરવામા આવી હતી. એક તબકકે કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર કરવામા આવી હતી. નવમા રાઉન્ડના અંતે મતગણતરીમાં ભૂલ થઈ હોવાનુ રિટર્નીંગ ઓફિસરને ધ્યાનમા આવતા તેમણે આગળની તમામ પ્રોસીજર અટકાવવા કલેકટર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી.આ તરફ જગદીશ મોહનાનીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાદ માંગી હતી.જો કે હાઈકોર્ટે ચૂંટણીપંચની કાર્યવાહીમા દખલ કરવાનો ઈન્કાર કરતા તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા.પરંતુ  સુપ્રિમ કોર્ટે ફેર મતગણતરીના નિર્ણયને માન્ય રાખતા ભાજપના મહિલા ઉમેદવાર ૭ મે-૨૦૨૨ના રોજ વિજેતા જાહેર કરવામા આવ્યા હતા.