સુરત જિલ્લામાં પંચાયતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી જ છે

- મુખ્યમંત્રી બદલાયાના પાંચ મહિના બાદ પણ ભાજપ શાસકોને બેનર બદલવાની ફુરસદ મળી નથી
સુરત
ગુજરાતના
મુખ્યમંત્રી વિજય રૃપાણી બદલાઇને પાંચ મહિના થયા હોવા છતા સુરત જિલ્લા પંચાયતના
શાસકોને મુખ્યમંત્રીના બોર્ડ બદલવાની પણ ફુરસદ નહીં મળતા આજે પણ પરિસરમાં કોરોનાને
લગતા બેનરમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણી ચાલી આવે છે.
સપ્ટેમ્બર ૨૦૨૧ માં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૃપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થઇ હતી. તે સાથે સરકારી કચેરીઓમાં કે જાહેરમાં બેનરો-બોર્ડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ફોટો આવી ગયા છે.
પણ અપવાદરૃપ સુરત જિલ્લા પંચાયત કેમ્પસમાં કોરોના અંગે સ્કૂલોને સૂચના આપતું મસમોટું બેનર લાગેલું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીનો ફોટો છે. મુખ્યમંત્રી બદલાયાના પાંચ મહિના બાદ પણ શાસકોને ફોટો બદલવાની ફુરસદ મળી નથી. તમામ શાસકો બેનર લાગ્યું છે ત્યાંથી પસાર થાય છે પણ નજરે પડતું નથી તે આશ્વર્ય છે.




