Gujarat

સાબરકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો : નવા 19 કેસ

By GS Team
18 Jan 20222 mins read
This article was originally published on 18 Jan 2022
સાબરકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો : નવા 19 કેસ

હિંમતનગર તા.  17

સાબરકાંઠા જીલ્લામાં સોમવારે નવા સંક્રમીતોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેમાં જિલ્લામાં નવા ૧૯ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ૨૨૩ પર પહોંચી છે. જયારે જીલ્લાના ૬૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે.

 હિંમતનગરમાં નવા ૭ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જયારે જિલ્લાના ઈડરમાં ૭, ખેડબ્રહ્માના દામાવાસ કંપાના ૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયો છે., તલોદમાં ૨, વડાલીમાં ૧, વિજયનગરમાં ૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે.

હિંમતનગરના સહકારીજીન વિસ્તાર ૧ પુરૂષ, કાંકણોલના ૧ પુરૂષ, મયુરવીલા બેરણા રોડ ૧ પુરૂષ, નિલકંઠવીલા ૧ પુરૂષ, પુષ્પકુંજ પાર્ક ૧ પુરૂષ, મહેતાપુરા ૧ પુરૂષ, મહાવીરનગર ૧ મહિલા મળી કુલ ૭ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશન સારવાર મેળવી રહ્યા છે. જયારે ઈડરના જવાનપુરામાં ૧ પુરૂષ, શેરપુરમાં ૧ પુરૂષ, ઉપવન સોસા. ૧ પુરૂષ, પૃથ્વીપુરા-અંકાલા ૧ મહિલા, રામપુરા ૧ પુરૂષ, ઈડરના દરબાર વાસ ૧ પુરૂષ, સાબલવાડ ૧ પુરૂષ, તલોદના મોઢુકા ગામના ૨ પુરૂષ, વડાલીના શ્રીનગર સોસા.નો ૧ પુરૂષ, વિજયનગરના લીંમડા ૧ પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જયારે ખેડબ્રહ્માના દામાવાસના  ૧ પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૫૨ ટીમો મારફતે ૨૧૯૧ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મેળવી તપાસ હાથ ધરાઈ છે જયારે ૨૧૫૪ના દર્દીઓના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા છે.