Gujarat

વડોદરા: પાણીગેટ વિસ્તારમાં બે દુકાન સંચાલકો બાખડતાં વિસ્તારમાં ઉત્તેજના, ત્રણની અટકાયત

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
વડોદરા: પાણીગેટ વિસ્તારમાં બે દુકાન સંચાલકો બાખડતાં વિસ્તારમાં ઉત્તેજના, ત્રણની અટકાયત

વડોદરા, તા. 10 ડિસેમ્બર 2021 શુક્રવાર

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અલમાસ માર્કેટ ખાતે ગઇકાલે મોડી રાત્રે વાહનને નુકસાન પહોંચાડવા બદલ થયેલી તકરારમાં બે દુકાન સંચાલકો બાખડતાં વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ આરંભી હતી.


વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા ઈકબાલ હુસેન દૂધવાલા વકિલાત કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ,તેમનો ભાણેજ સાબીર ઈલાયચી વાળાને ફ્રેન્ડશીપ કલેક્શન નામની દુકાનવાળા મહમદ ઈકબાલ દરજી વાળા ઝઘડો કરી માર મારી રહ્યો છે. જેથી હું છોડાવવા માટે વચ્ચે આવતા મને પણ લાકડીના ફટકા માર્યા હતા અને મારી પાર્ક કરેલી સ્કૂટીને તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી. અત્રે નોંધનીય છે કે, ગઈકાલે ફરિયાદીના વાહનને અજાણી વ્યક્તિએ નુકસાન પહોંચાડ્યું હોય તે અંગે કહેવા જતાં ઘટનાના ઉગ્ર બની હતી.