Gujarat

LLMમાં એક વિષયમાં એટીકેટી હોય તો એક જ વિષયની પરીક્ષા આપવી પડશે

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
LLMમાં એક વિષયમાં એટીકેટી હોય તો એક જ વિષયની પરીક્ષા આપવી પડશે

- તમામ 6  વિષયોની પરીક્ષા આપવાનો નિયમ એકેડેમીક કાઉન્સિલે બદલ્યો : મંજુરી માટે સિન્ડીકેટને ભલામણ કરી

          સુરત

નર્મદ યુનિવર્સિટી દ્વારા લો ફેકલ્ટીમાં ચાલતા એલ.એલ.એમ  અભ્યાસક્રમમાં હવે એટીકેટી આવી હોય તો બધા વિષયની પરીક્ષા આપવાની રહેશે નહીં. જે વિષયમાં એટીકેટી આવી હોય તે વિષયની જ પરીક્ષા લેવાનો એકેડમીક કાઉન્સીલમાં નિર્ણય લેવાયો હતો.

નર્મદ યુનિવર્સિટીમાં એલ.એલ.એમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી જે પણ વિદ્યાર્થીની એટીકેટી આવી હોય તો એક વિષયની પરીક્ષાના બદલે એલ.એલ.એમમાં છ વિષય હોય તે તમામ વિષયની પરીક્ષા આપવાનો નિયમ છે. જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી પડી રહી હોવાથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજુઆત કરાઇ હતી કે જે વિષયમાં એટીકેટી હોય તેની જ  પરીક્ષા લેવામાં આવે. આ અંગે ત્રણ અભ્યાસક્રમો અંગે એક સંયુકત સમિતિની રચના કરી હતી. આ સમિતિના રિપોર્ટ બાદ એકેડમીક કાઉન્સીલમાં એલ.એલ.એમમાં છ વિષયોમાં જે તે વિષયમાં એટીકેટી હોય તેટલા જ વિષયમાં પરીક્ષા આપવાનો સર્વાનુમતે ઠરાવ થયો હતો. બધા વિષયોની પરીક્ષા આપવાની રહેશે. આ ઠરાવ સિન્ડીકેટમાં મંજુર કરવા માટે ભલામણ કરાઇ હતી. જો વિદ્યાર્થીને કલાસ જોઇતો હોય તો તમામ વિષયોની પરીક્ષા આપવાની રહેશે.