Gujarat

જામનગરમાં પાંચ વેપારીઓને ત્યાંથી 791 કિલો વાસી ખાણીપીણી પકડાયા

By GS Team
22 May 20202 mins read
This article was originally published on 22 May 2020
જામનગરમાં પાંચ વેપારીઓને ત્યાંથી 791 કિલો વાસી ખાણીપીણી પકડાયા

મીઠાઈ, ફરસાણ અને અલગ અલગ ઠંડાપીણાનું વેચાણ કરીને જનઆરોગ્ય સાથે ચેડા

જામનગર, તા. 22 મે, 2020, શુક્રવાર

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લોક ડાઉન દરમિયાન કેટલીક છૂટછાટો મળ્યા પછી અલગ-અલગ પાંચ જેટલી વેપારી પેઢીઓ ને ત્યાં દરોડા પાડીને મીઠાઈ, ફરસાણ, સોફ્ટ ડ્રિંકસ સહિત ૭૯૧ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. 

જામનગર મહાનગરપાલિકાની શાખા દ્વારા લોક ડાઉન દરમિયાન ખાદ્ય પદાર્થની વસ્તુઓના વેચાણની છૂટછાટ મળ્યા પછી જામનગર નજીક દરેડ જીઆઇડીસીમાં આવેલી અંબિકા ડેરી ફાર્મમાંથી ૩૦ કિલો થાબડી, ૩૦ કિલો શીખંડ, ૫૦ કિલો ચૂરમાના લાડવા, સેન્ડવીચ મીઠાઈ, વગેરે મીઠાઈ કે જે અખાદ્ય હોવાથી  તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ૨૦૦ કિલો ફરસાણ અને રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે સુરેશ સ્વીટમાર્ટમાંથી ૩૦ કિલો ફરસાણ, ઉદ્યોગનગર અંબિકા ડેરી પ્રોડક્ટ માંથી ૧૦૦ કિલો ફરસાણ અને ૫૫ કિલો મીઠાઈ તેમજ બે કિલો બંગાળી મીઠાઈ નો નાશ કરવામાં આવ્યો હતો.

 આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ સદગુરુ ડેરી ફાર્મ માંથી ૩૬ કિલો ફરસાણ અને ૧૫ કિમી મીઠાઈ તેમજ ૩૫ કિલો ગુલાબજાંબુ વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો. રણજીત નગર મેઇન રોડ પર એકતા સ્વીટ માંથી ૧૦૦ કિલો ફરસાણ તથા અન્ય એક સ્થળેથી ૫૦ કિલો ફરસાણ નો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામનગરમાં પેલેસ ગ્રાઉન્ડ સામે આવેલી સંજીવની મેડિકલ સ્ટોરમાંથી મેંગો ફ્ટી નાના અને ૧૦ નંગ મોટા પેકેટ, એપી ફીઝ -૬ નંગ, સોફ્ટી ડ્રિન્કસ ૩૦ અને મોનસ્ટર એનર્જી ડ્રિન્કસના ૩૦ ટીન વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો.