Get The App

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી 1 - image

પુત્રના નામે જમીન નહી કરી દેતા ખેલાયો ખુની ખેલ

ફરાર માતા અને બે પુત્રને શોધવા પોલીસે બે ટીમ બનાવી, રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર - રાણપુરના ગુંદા ગામે દિકરાના નામે જમીન નહી કરી દેતા પત્નિએ બે પુત્રો સાથે મળી પતિની હત્યા કરી દીધાંનો ચકચારી બનાવ બન્યો છે. આ મામલે મૃતકના ભાઈએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાણપુર તાલુકાના ગુંદા ગામેે રહેતા અનિરૃદ્ધભાઈ ખાચર (ઉ.વ.આ.૪૩)ના નામે આવેલી જમીન તેમના દિકરાના અમીરાજ અને વિશ્વજીત પોતાના નામે કરવા માંગતા હોય પરંતુ અનિરૃદ્ધભાઈએ તેમની જમીન બન્ને દિકરાઓના નામે નહી કરતા તેની દાઝ રાખી ગત તા.૧૦ની મોડી રાતના ૨ કલાકના અરસામાં અનિરૃદ્ધભાઈના પત્નિ ઉમાબેને બન્ને પુત્રો સાથે મળી ઉમાબેને પતિનું ગળું દબાવી તથા બન્ને દિકરાઓએ તથા પત્નિએ લોખંડના પાટલા વડે અનિરૃદ્ધભાઈના માથા પર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન દેકારો થતાં બાજુમાં રહેતા અનિરૃદ્ધભાઈના મોટા ભાઈ માણશીભાઈએ તેમના ઘરે જઈ વચ્ચે બચાવવા જતા આ શું કર્યું તેમ પુછતા અમીરાજે અમે જે કર્યું એ બરાબર કર્યું છે તેમ જણાવી ત્રણેય ભાગી ગયા હતા. બાદમાં માણશીભાઈ અને તેમના દિકરા સત્યજીતભાઈ અનિરૃદ્ધભાઈને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે માણશીભાઈ મોટુભાઈ ખાચરે રાણપુર પોલીસ મથકમાં તેમના ભત્રીજા અમીરાજ અનિરૃદ્ધભાઈ ખાચર, વિશ્વજીત અનિરૃદ્ધભાઈ ખાચર તથા તેમના ભાભી ઉમાબેન અનિરૃદ્ધભાઈ ખાચર (ત્રણેય રહે.ગુંદા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હત્યા કરી નાસી જનારા માતા અને બે પુત્રને શોધવા તપાસ હાથ ધરી અલગ-અલગ બે ટીમ બનાવી છે.

અગાઉ જમીન માટે ઝઘડાનું સમાધાન થયું હતું

મૃતક અનિરૃદ્ધભાઈના નામે આવેલી જમીન તેમના બન્ને ભત્રીજાઓ અમીરાજ અને વિશ્વજીત પોતાના નામે કરાવવા માંગતા હોય અને તે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. પરંતુ તે ઝઘડાનું સામાજીક કક્ષાએ સમાધાન થઈ ગયું હતું.

 

 

ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

મનપાના રેકોર્ડ રૃમમાંથી ચોરી કરનારા બે ઝડપાયા

નગીનદાસ વાણિજ્ય ભવનમાંથી પોટલાં ચોરી મોતીબાગ પાસે બંધ જીપમાં મુકી દીધાં હતા

ભાવનગર, ગુરૃવાર

મનપાના રેકોર્ડ રૃમમાંથી સરકારી રેકોર્ડના પોટલાં ચોરાયા અંગેની પોલીસ ફરિયાદ શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે પોટલા ચોરનારા બે શખ્સને ગંગાજળિયા પોલીસ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે આઈસીડીએસ વિભાગની કન્ડમ જીપમાંથી ગત તા.૨૧-૪ના રોજ ભાવનગર મહાનગરપાલિકાના જુદાં-જુદાં વિભાગના જુના રેકોર્ડના પોટલાં મળી આવ્યા હતા. જેની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનરે એક કમિટિ બનાવી હતી જેની તપાસમાં આ પોટલાં ઘોઘાગેટ નગીનદાસ વાણિજ્ય ભવનમાંથી ચોરાયા હોવાનું ખુલતા આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના અનુસંધાને તપાસમાં રહેલી ગંગાજળિયા પોલીસની ટીમે રેકોર્ડ રૃમમાંથી ચોરી કરનાર ગફાર કાળુભાઈ ચૌહાણ (રહે.રૃપમચોક, ફુટપાથ પર) તથા તેને મદદગારી કરનાર સરફરાજ ઉર્ફે શેખુ રસુલભાઈ જુનેજા (રહે.જુની માણેકવાડી)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પસ્તી વેચવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. તેમજ તેણે ચોરેલા પોટલાં કોને આપ્યા તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું ગંગાજળિયા પીઆઈ આર.બી.ચૌહાણે જણાવ્યું છે.