Get The App

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી 1 - image

- અંધશ્રદ્ધાનો લાલબત્તી સામાન કિસ્સો

- નડતર દૂર કરવાના નામે અલગ અલગ સમયે રૂ. 16.28 લાખ પડાવી લીધા

ભાવનગર : બોટાદમાં રહેતા આધેડને નડતર છે. તેમ કહી  ત્રણ ઈસમોએ મેલી વિદ્યા થકી વશમાં કરી રૂ.૧૬.૨૮ લાખની છેતરપિંડી આચરી હતી.

કોમ્પ્યુટર અને ડિજિટલ યુગમાં આજે પણ લોકો અંધ શ્રદ્ધાના શિકાર બની રહ્યા છે.આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવતા બોટાદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.બોટાદના મોચી પરા બાપા સીતારામની મઢુલી પાસે રહેતા સોમાભાઇ મોરભાઇ નાકિયાએ ત્રણ વર્ષ પહેલા ઘનશ્યામ ગટોરભાઇ રૂપારેલિયાને રૂ.૧,૦૦,૦૦૦  આપ્યા હતા અને એક વર્ષ બાદ સોમાભાઇએ ઘનશ્યામને કહેલ કે મને રાત્રે આઠ વર્ષની એક છોકરી સપના આવી બે ધોલ મારી હતી.આ છોકરી કોણ છે. અને કેમ ધોલ મારી ગયેલ અને મને કંઇક નડતર જેવું લાગે છે તે જોવડાવવાનુ છે. જેથી ઘનશ્યામ તેમના મિત્ર સંજય બાબુભાઈ ચૌહાણ (ભુવા) પાસે લઈ ગયા હતા. અને  ઘનશ્યામ તથા સંજય તથા અલ્પેશ ઘનશ્યામભાઈ રૂપારેલિયાએ સોમાભાઇ વિશ્વાસમા લઇ મેલી વિધ્યા કરી સોમાભાઈને વશમાં કરી અલગ-અલગ સમયે તેર તોલા સોનુ કિ.રૂ.૮,૨૮,૪૦૦ તેમજ રોકડા રૂ. ૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૬,૨૮,૪૦૦ પડાવી લીધા હતા.અને સોમાભાઈ ભાનમાં આવ્યા ત્યારે આપેલાં રૂપિયા અને સોનાના ઘરેણા પરત માગ્યા ત્યારે ત્રણેય ઈસમે પરત ન આપી અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે સોમાભાઈ ત્રણ શખ્સ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભૂવાએ ઘરમાં પાઠ માંડી ટોટકા, દાણા નાખી મેલી વિદ્યા કરી

સોમાભાઈએ સંજય ભુવાને સપનાની વાત કરતા બધી તકલીફ દુર થઈ જશે તેમ કહી સંજય ભુવા તથા ઘનશ્યામ ઘરે બોટાદ ખાતે આવેલ અને ઘર ના સભ્યોને રૂમમાં બેસાડી મેલીવિધ્યા ચાલુ કરી હતી. જેમા પાઠ માડી ટોટકા,દાણા નાખી અમારી ઉપર ધુપ દિવા ચાલુ કરી સોમાભાઈના પંડમાં મેલડીમાંને લાવેલ અને  માથેથી નાળીયર ઉતારેલ અને દિકરાઓ તથા પત્નીના માથા ઉપર થી અગરબત્તી ફેરવી આમ મેલી વિધ્યા કરી હતી.