Gujarat

અમદાવાદમાં ભાજપના મુસ્લિમ નેતા હિન્દુ નામ ધારણ કરીને લડ્યા ચૂંટણી, જીત્યા પણ ખરા, હવે કોર્ટે આપ્યો મોટો આદેશ

By GS Team
25 Oct 20242 mins read
This article was originally published on 25 Oct 2024
TukuTouch Logo
રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી જજ બાદ હવે વધુ એક આવું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં ભાજપના મુસ્લિમ કૉર્પોરેટરે હિન્દુ નામ ધારણ કરી, ખોટા દસ્તાવેજ-જન્મતારીખ રજૂ કરીને ચૂંટણી લડી હોવાના મામલે કોર્ટે હવે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સમગ્ર મામલે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના ચેરમેન કલ્પેશ પટેલ સહિતના નેતા હાજર રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ભાજપના મુસ્લિમ નેતા હિન્દુ નામ ધારણ કરીને લડ્યા ચૂંટણી, જીત્યા પણ ખરા, હવે કોર્ટે આપ્યો મોટો આદેશ

Muslim Leader Of BJP Contested Election By Assuming Hindu Name : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી જજ બાદ હવે વધુ એક આવું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં ભાજપના મુસ્લિમ કૉર્પોરેટરે હિન્દુ નામ ધારણ કરી, ખોટા દસ્તાવેજ-જન્મતારીખ રજૂ કરીને ચૂંટણી લડી હોવાના મામલે કોર્ટે હવે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સમગ્ર મામલે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના ચેરમેન કલ્પેશ પટેલ સહિતના નેતા હાજર રહ્યા.

ખોટી ઓળખ-દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી લડ્યા

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2021માં નવરંગપુરા વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર નિરવ કવિની જીતને કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલે પડકારી અને દાવો કર્યો હતો કે નિરવ કવિ મુસ્લિમ છે, પોતાનું નામ અને મુસ્લિમ ઓળખ છુપાવી તે ચૂંટણી લડ્યા હતા. જેમાં 4 વર્ષ બાદ આ મામલે કોર્ટે નિરવ કવિ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે, 'નિરવ કવિ મુસ્લિમ હોવા છતાં ખોટું નામ, જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હતા. નિરવ જગદીશભાઈ કવિની જાતિ મુસલમાન રાજકવિ મીર છે. નિરવ કવિએ ખોટા દસ્તાવેજ ઊભા કરી ચૂંટણીપંચની સાથે જનતાને ગુમરાહ કરી છે.'


આ પણ વાંચો : સોમનાથમાં મેગા ડિમોલેશન રોકવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- 'સરકાર પાસે રહેશે જમીન'

હિંમતસિંહ પટેલે કહ્યું કે, વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી ફોર્મમાં પોતાની જન્મ તારીખ 11/11/77  દર્શાવી હતી, જ્યારે તેમની અસલ જન્મતારીખ 1/6/75 છે. આ ખોટી જન્મ તારીખના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવ્યા હતા, જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપી હતી, પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં.23માં ક્રિમીનલ કેસ IPCની કલમ 191, 192, 193, 196, 414, 420  મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ કર્યો હતો.

 

આ પણ વાંચો : ભાજપમાં બળવો કે તેની રણનીતિ? વાવ બેઠક પર આ દિગ્ગજ નેતાએ પક્ષ અને અપક્ષ બન્નેમાં ભર્યું ફોર્મ

કોર્ટે કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કર્યો

નિરવ કવિની સાચી જન્મ તારીખની સાબિતિ માટે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઇસ્કૂલ તરફથી સ્કૂલના જનરલ રજિસ્ટરના રેકર્ડ સાથે જુબાની આપી હતી અને 1/6/1975 જન્મ તારીખ હોવાનું સાબિત કર્યું હતું, આમ છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી. બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ. પી. પુરોહિતે 21 ઑક્ટોબરે, 2024ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ભાજપના કૉર્પોરેટર નિરવ કવિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કર્યો.