Gujarat

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ

By GS TEAM
26 Aug 20252 mins read
ઓગસ્ટ માસના અંત સુધીમાં  વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ

વડોદરા, તા.26 વડોદરા શહેર અને જિલ્લામાં ઓગસ્ટ સુધીમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે જિલ્લામાં એવરેજ ૮૧.૨૬ ટકા વરસાદની સામે આ વર્ષે  ૬૫.૦૬ ટકા વરસાદની નોધણી થઇ છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુમાં સૌથી વધુ વરસાદ શિનોર તાલુકામાં ૯૮.૧૩ ટકા નોંધાઇ ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ડેસર તાલુકામાં ૫૦.૩૮ ટકા નોંધાયો છે. વડોદરા શહેરની વાત કરીએ તો માત્ર ૫૮.૦૯ ટકા વરસાદ પડયો છે. શહેરમાં કુલ ૬૩૨ મિમી વરસાદની નોંધણી થઇ છે. વડોદરામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ રહ્યો છે અને છૂટોછવાયો વરસાદ પડે છે.

ગયા વર્ષના વરસાદી આંકડા જોઇએ તો આજદિન સુધી કુલ ૮૧.૨૬ ટકા વરસાદ નોધાયો હતો. જેમાં શિનોર અને પાદરામાં તો ૧૦૦ ટકા કરતા પણ વધુ વરસાદ વરસી ગયો હતો. ગયા વર્ષે ઓગસ્ટના અંતમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી પાણી છોડાયું અને શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ભારે પૂરે વિનાશ સર્જ્યો હતો. હજી આ દિવસો શહેરીજનો યાદ કરી  રહ્યા છે.

આ વર્ષે હજી સુધી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ કે ભારે વરસાદ શહેરમાં નહી પડતા શહેરીજનો તેમજ તંત્રએ રાહત અનુભવી છે પરંતુ તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજીને લોકો યાદ કરી રહ્યા છે.

;;


વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષનો ઓગસ્ટ સુધીનો વરસાદ

તાલુકો છેલ્લા ૩૦ વર્ષનો સરેરાશ (મિમી) ૨૦૨૪(ટકા) ૨૦૨૫(ટકા)

વડોદરા ૧૦૮૮ ૯૪.૫૦ ૫૮.૦૯

સાવલી ૮૦૧ ૫૩.૦૬ ૬૨.૯૨

વાઘોડિયા ૭૧૮ ૭૩.૨૪ ૫૩.૬૨

ડભોઇ ૧૦૦૨ ૬૫.૫૪ ૫૭.૫૮

પાદરા ૭૩૧ ૧૦૩.૦૭ ૭૦.૮૬

કરજણ ૧૦૨૭ ૮૭.૮૮ ૭૨.૪૪

શિનોર ૭૪૯ ૧૨૪.૭૩ ૯૮.૧૩

ડેસર ૭૯૨ ૫૧.૪૩ ૫૦.૩૮

કુલ ૮૬૪ ૮૧.૨૬ ૬૫.૦૬

;;