Get The App

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી 1 - image

- ક્રૂડ ઓઇલ ઉછળી 109 ડોલરે પહોંચ્યું

- 2003માં એએસઆઇએ શુક્રવારે ભોજશાળામાં મુસ્લિમોને નમાઝની છૂટ આપી હતી તે આદેશ પણ ફગાવાયો

- ગ્લોબલ ડોલર ઈન્ડેક્સ વધી ૯૯ પારઃ ફોરેક્સ રિઝર્વ ૬.૩૦ અબજ ડોલર વધતાં રૂપિયો હવે ફરી ઉંચકાવાની શક્યતા

અમદાવાદ, મુંબઈ: વિદેશી હુંડિયામણ  બજારમાં આજે ડોલર સામે  ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો ગબડી રૂ. ૯૬ની અંદર ઉતરી ૯૬.૧૪ સુધી પટકાતા  બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ  ગયા હતા. રૂપિયો તૂટતાં હવે દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની બધી ચીજો મોંઘી થઈ જશે તથા ફુગાવો વધુ ઉંચો જશે એવી ભીતિ ઉદ્ભવી છે.  

હુંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાના ભાવ વધી આજે તૂટીને રૂા. ૯૬.૧૪ સુધી પટકાયા બાદ તેમાં ધીમો સુધારો થયો હતો  અને કામકાજના અંતે તે ૯૫.૯૬ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.   શેરબજારમાં ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળી ઉંચામાં બેરલના ૧૦૯ ડોલર ઉપર ગયાના નિર્દેશો વચ્ચે આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું. જ્યારે ઈમ્પોર્ટરોની ડોલરમાં ખરીદી વધી હતી. સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારતાં  તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી.

વિશ્વની વિવિધ કરન્સીઓમાં ડોલર સામે જે ઘટાડો થયો છે એ પૈકી રૂપિયાનો દેખાવ સૌથી નબળો  મનાઈ રહ્યો છે. દેશમાં ડોલરનો ઈન્ફલો ઘટયો છે સામે આઉટફલો વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયો  આ વર્ષે આશરે ૬ ટકા તૂટયો છે. દેશમાં વેપાર ખાધ વધવાની ભીતિ વધી છે તથા તેની ઈમ્પેક્ટ પણ રૂપિયા પર દેખાઈ છે. આ સપ્તાહમાં રૂપિયો બે ટકો તૂટયો છે. હવે ડોલરના ભાવ ઝડપથી રૂ.૧૦૦ થઈ જવાની ભીતિ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે ત્યારે તેની ઈમ્પેક્ટ ભારતના શેરબજારો તથા ભારતના અર્થતંત્ર પર મોટો ફટકો પાડશે એવી ચેતવણી આર્થિક તજજ્ઞાો બતાવતા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાઈ ૯૯ની સપાટી કુદાવી ગયાના સમાચાર હતા. અમેરિકામાં ફુગાવો વધતાં ત્યાં હવે વ્યાજ દર ઘટવાના બદલે વધવાની શક્યતા વધતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધી ૦.૪૭ ટકા વધી ઉંચામાં ૯૯.૨૯ થયાના નિર્દેશો હતા. ડોલર ઈન્ડેક્સમાં આ સપ્તાહમાં જોવાયેલી વૃદ્ધિ બે મહિનાની સૌથી મોટી વિકલી વૃદ્ધિ હોવાનું   જાણકારો જણાવી રહ્યા હતા. 

રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૩૧ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૭.૯૫ થઈ રૂ.૧૨૮.૦૯ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૫૩ પૈસા ઘટતાં નીચામાં ભાવ રૂ.૧૧૧.૫૩ થઈ રૂ.૧૧૧.૫૯ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૫ ટકા વધી હતી. જો કે ચીનની કરન્સી વધતી અટકી રૂપિયા સામે આજે ૦.૧૨ ટકા ઘટી હતી. 

દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટતું અટકી ૬.૩૦ અબજ ડોલર વધી ૬૯૭ અબજ ડોલર રહ્યું હતું અને તેના પગલે હવે આવતા સપ્તાહમાં રૂપિયો કદાચ ફરી ઉંચકાવાની આશા પણ બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. દરમિયાન, ગોલ્ડ રિઝર્વ ૫.૬૪૪ અબજ ડોલર વધી ૧૨૦.૮૫ અબજ ડોલર રહ્યું હતું.

- રાજા ભોજ દ્વારા ભોજશાળાની સ્થાપનાના પુરાવા

ભોપાલ: 1000 વર્ષ પહેલા પ્રતાપી રાજા ભોજ દ્વારા ભોજશાળાની સ્થાપના કરાઇ હતી, પરમાર રાજપુત વંશના રાજા ભોજ માત્ર યોદ્ધા નહીં ૭૦થી વધુ કળાઓ અને ૩૬ વૈજ્ઞાાનિક પદ્ધતિમાં નિષ્ણાત હતા, તેમણે ધારમાં છાત્રાલય સાથે સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી હતી, જેને આજે લોકો ભોજશાળા તરીકે ઓળખે છે. આ સંસ્થા નાલંદા અને તક્ષશિલાની સમૃદ્ધ પરંપરાનો હિસ્સો હતી, બાદમાં અહીંયા મા સરસ્વતીનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું. ૧૫૧૪ના સમયગાળામાં હુમલો કરાયો અને કમલ મૌલા મકબરો સ્થાપિત કરાયો, જોકે એએસઆઇના સરવેમાં દાવો કરાયો છે કે અહીંયા મંદિર હોવાના તમામ પુરાવા છે. હાઇકોર્ટે સરવેને માન્ય રાખી ચુકાદો આપ્યો છે. આ સમગ્ર સ્થળ પર એએસઆઇનું નિયંત્રણ રહેશે. જ્યારે કેન્દ્ર સરકાર ઇચ્છે તો અહીંયા માતા સરસ્વતીની મુર્તિ સ્થાપિત કરી શકે છે.