કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

વડોદરા,કરોડિયા રોડ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર જવાહર નગર પોલીસે દરોડો પાડીને આઠ આરોપીઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જવાહર નગર પોલીસને માહિતી મળી હતી કે, કરોડિયા રોડ લક્ષ્મીનગરમાં રહેતો ગુલામ મુસ્તુફા ઉર્ફેઇનાયત ઇબ્રાહિમભાઇ ખાટકી તેના ઘરની બાજુમાં આવેલા શેડમાં પશુઓની ગેરકાયદે કતલ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ૮ લોકો મળી આવ્યા હતા. આ શેડના માલિક ગુલામ મુસ્તુફા પાસે પોલીસે પરમિશન માંગતા તેની પાસે કોઇ પરમિશન નહતી. શેડની બાજુના ભાગમાં બે ભેંસ તથા બે નાના પાડા કતલ માટે બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે માંસનો જથ્થો, ૭ છરા કબજે લીધા હતા.પોલીસે સ્થળ પરથી (૧) ગુલામ મુસ્તુફા (૨) તૌસીફ ગુલામ મુસ્તુફા ઇબ્રાહિમ ખાટકી (૩) ઇરફાન મુસ્તુફા મલેક (૪) તૌકીર અબ્દુલરજા ચૌહાણ ( તમામ રહે. લક્ષ્મી નગર) (૫) આસીફ પ્યારૃભાઇ કુરેશી (૬) હુસ્સેન ગુલામભાઇ કુરેશી (બંને રહે. રસૂલજીની ચાલી, નવાયાર્ડ) (૭) અલ્તાફ અલ્લારખાભાઇ કુરેશી તથા (૮) સત્તાર અલ્લારખાભાઇ કુરેશી ( બંને રહે.માસૂમ ચેમ્બર્સ, પાણીગેટ) ની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.








