ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું

સ્થળ
પરથી એક શખ્સની અટકાયત
ખાણ-ખનીજ
વિભાગની ટીમે જેસીબી, ડમ્પર સહિત રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
બગોદરા -
ધોળકા તાલુકાના કૌકા ગામે ખાણ-ખનીજ વિભાગે દરોડા પાડી સાદી
માટીના ગેરકાયદેસર ખનન અને વહનનું કૌભાંડ ઝડપાયું છે. તંત્રની ટીમે સ્થળ પરથી ૨.૧૦
કરડોનો મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડયો છે.
કૌકા
ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હોવાની બાતમીના આધારે અધિકારીઓની ટીમ
૨૫મી તારીખની મોડી રાત્રે ત્રાટકી હતી. તપાસ દરમિયાન સ્થળ પર કોઈ પણ પાસ-પરમિટ વગર
સાદી માટીનું ખનન, વહન અને સંગ્રહ થતું હોવાનું માલૂમ પડયું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં
સંડોવાયેલા પ્રજાપતિ કમલેશ પ્રમોદભાઈની માલિકીના સાધનો સ્થળ પરથી ઝડપી પાડવામાં
આવ્યા હતા.
તંત્ર
દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ૧ એક્સ્કેવેટર મશીન હિટાચી જેસીબી
પ્રકારનું, ૨ ડમ્પર વાહન મળી કુલ અંદાજે રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ અને મશીનરીને સીઝ
કરી તાત્કાલિક ધોરણે સરોડા ખાતેના ખાનગી સ્ટોક યાર્ડમાં સુરક્ષિત કબજો સોંપવામાં
આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા
વાહનો અને માલિક વિરુદ્ધ ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ નિયમો હેઠળ કડક દંડનીય
કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








