Gujarat

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓરડી પર બુલડોઝર ફર્યું

By GS TEAM
16 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના છેડે ઉત્તર વિભાગમાં આવેલા ઉંડેરા વિસ્તારમાં ટીપી 43 ગેઈલ કંપનીની બાજુમાં 18 મીટરનો રસ્તો બનાવવામાં અડચણરૂપ કાચી પાકી બે ઓરડી અને 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી રોડની કામગીરીની અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓરડી પર બુલડોઝર ફર્યું

Vadodara Demolition : વડોદરા શહેરના છેડે ઉત્તર વિભાગમાં આવેલા ઉંડેરા વિસ્તારમાં ટીપી 43 ગેઈલ કંપનીની બાજુમાં 18 મીટરનો રસ્તો બનાવવામાં અડચણરૂપ કાચી પાકી બે ઓરડી અને 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી રોડની કામગીરીની અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડાના વિસ્તારમાં વાહન વ્યવહાર અને ટ્રાફિકની સુવિધા માટે રોડ રસ્તા પહોળા અને નવા બનાવવાની કામગીરી જુદા જુદા વિસ્તારમાં ચોમાસા અગાઉ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે, વડોદરાના છેવાડે આવેલા ઉત્તર વિભાગના ઉંડેરાના ટીપી 43 નો રોડ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ગેઈલ કંપનીની બાજુમાં 18 મીટરનો નવો રોડ બનાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે રસ્તો ખોદવાની કાર્યવાહી દરમિયાન અડચણરૂપ 

ગેરકાયદે બે ઓરડી અને ગેરકાયદે બનેલી 50 મીટર જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ પર પાલિકા તંત્રની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું.