Gujarat

સુરત માટે આગામી 45 દિવસ મહત્વનાઃ કાળજી ન રખાય તો ગંભીર દર્દીઓ વધશે

By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022
સુરત માટે આગામી 45 દિવસ મહત્વનાઃ કાળજી ન રખાય તો ગંભીર દર્દીઓ વધશે

ઓમિક્રોન માઇલ્ડ લક્ષણોના ચેપની માન્યતામાં રહેશો તો  હોસ્પિટલમાં ખસેડવા પડે તેવા દર્દીઓની સંખ્યા વધશે ઃ મ્યુનિ. કમિશ્નર

        સુરત,

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતીએ આગળ વધી રહ્યાં છે તેમાં પણ આગામી ૪૫ દિવસ સુરત  માટે ઘણાં જ મહત્વના બની રહેે છે. સુરતીઓ પુરતી કાળજી નહી રાખે તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે છે.  ઓમિક્રોન માઈલ્ડ લક્ષણનું લોકો માની રહ્યાં છે પરંતુ તકેદારી ન રખાય તો મુશ્કેલી વધી શકે છે.

સુરત મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બીજી લહેરમાં 5  એપ્રિલના દિવસે કોરોનાના કેસ વધું હતા પરંતુ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 19 એપ્રિલના રોજથી વધી હતી.  હાલમાં સુરતમાં કેસ સતત વધી રહ્યાં છે તેમાં પણ જો સુરતીઓ કાળજી નહી રાખે તો મુશ્કેલી થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

તેમણે વધુમા ંજણાવ્યું હતું કે, આગામી 45 દિવસ સુરત  શહેર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ દિવસોમાં સુરતીઓ કોરોનાના નિયમનું ચુસ્ત પાલન નહી કરે તો દર્દીઓની સંખ્યા સાથે હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે. જે લોકોએ વેક્સીન લીધી નથી તેમણે લઇ લેવી જોઇએ. ઉપરાંત આગામી દિવસોમાં પોતે અને પરિવારને બચાવવા માટે નિયમોનું પાલન કરવું જરુરી છે.