Gujarat

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ

By GS TEAM
26 May 20261 min read
મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ  કાર વાપરીશ, હિતેશ બારોટ

 અમદાવાદ,મંગળવાર,26 મે,2026

અમદાવાદના મેયર પદે વરણી થતા જ હિતેશ બારોટે કહયુ, મેયર બંગલે તેઓ રહેવા નહીં જાય.થલતેજના ઘરેથી જ અવરજવર કરશે.મેયર તક્કે મળતી  કારનો ઉપયોગ પ્રોટોકોલમાં જવાનુ હશે ત્યારે જ કરશે. આ સિવાય પોતાની ઈલેકટ્રિક કારનો ઉપયોગ કરશે.મેયર કચેરીની બહાર પહેલા જ દિવસે ભેટ અસ્વીકાર્યનુ બોર્ડ લગાવી દેવામા આવ્યુ છે.

વર્ષ-૨૦૨૧ની ટર્મમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહેલા હિતેશ બારોટે  કોર્પોરેશન તરફથી આપવામા આવતા વિવિધ ભથ્થાનો કયારેય સ્વીકાર કર્યો નથી.સ્ટેશનરી ભથ્થુ કે મોબાઈલ ખર્ચ હોય કે પછી મિટીંગ ભથ્થુ તેમણે કયારેય લીધા નથી કે તેમની બેંક ડીટેઈલ પણ કોર્પોરેશનમાં આપી નથી તેમ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.વર્ષ-૨૦૨૬ની ટર્મમા મેયર તરીકે વરણી થતા તેમણે તેમની કચેરીની બહાર બુકે,શાલ કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુ લઈને નહીં આવવા મુલાકાતીઓ માટે બોર્ડ લગાવી દીધુ છે.અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા તે સમયે પણ આ પ્રકારેનુ બોર્ડ તેમની કચેરી બહાર લગાવી દેવામા આવ્યુ હતુ.