Gujarat

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર

By GS TEAM
8 May 20261 min read
અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર

વડોદરાઃ અકોટા વિસ્તારમાં જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી રૃ.૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અકોટા ગાય સર્કલ પાસે ટી પોસ્ટ નજીક કેટલાક સમયથી એક શખ્સ જાહેરમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની વિગતો મળતાં અકોટાના પીઆઇ ડીવી બલદાનિયા અને વોચ ડીસીપી ઝોન-૨ના એલસીબી સ્કવોડે જીગર તોનુરામ બિશ્વાસ(ગોપાલ સોસાયટી, બાજવા)ને ઝડપી પાડયો હતો.

પોલીસે જીગરની કમરે ભેરવેલી બેગ  તપાસતાં અંદરથી રૃ.૧.૭૦લાખની કિંમતનો ૪૫.૫૮ ગ્રામ હાઇબ્રિડગાંજો,ડિજિટલ વજન કાંટો અને વેચાણના રોકડા રૃ.૨૩૫૦૦ મળી આવ્યા હતા.પોલીસની પૂછપરછમાં હાઇબ્રિડ ગાંજો મોઇન નામનો શખ્સ બે દિવસ પહેલાં  કોર્ટની સામે રોડ પર આપી ગયો હોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.