Gujarat

પતિની માનસિક વિકૃતિઃ સ્ત્રીના કપડા પહેરી મેકઅપ કરતો, પત્ની દ્વારા પોલીસ ફરિયાદ

By GS Team
26 Feb 20223 mins read
This article was originally published on 26 Feb 2022
પતિની માનસિક વિકૃતિઃ સ્ત્રીના કપડા પહેરી મેકઅપ કરતો, પત્ની દ્વારા પોલીસ ફરિયાદ

(પ્રતિકાત્મક ફોટો)

વડોદરા, તા. 26 

વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી યુવતીએ વલસાડના એક ગામમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા બાદ તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યો હતો. એટલું જ નહીં, આ યુવાને facebook અને ઇંસ્ટાગ્રામ પર વિકૃત માનસિકતા છતી થાય તે રીતે જાતીય પરિવર્તન કરાવેલ હોય તેવી વર્તણૂક રજુ કરી હોવાના પુરાવા પીડિત યુવતી દ્વારા મહિલા પોલીસ મથકે રજૂ કરાયા હતા.

શહેરના સેવાસી રોડ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ વલસાડ તાલુકાના પાલગભાણ ગામે રહેતા શીતલ બાબુભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ ખૂબ જ શંકાશીલ સ્વભાવના હતા. શરૂઆતમાં પીડિતાએ આઈ.ટી.આઈ.માં નોકરી શરૂ કરી હતી. પરંતુ પતિના ખોટા વહેમ અને શંકાશીલ સ્વભાવના કારણે ચાર પાંચ માસ બાદ આ નોકરી છોડવી પડી હતી. જે બાદ પતિ વારંવાર લગ્ન વખતે દહેજમાં કશું લાવ્યા નથી તે બાબતે કહી અવારનવાર ટોણા માર્યા કરતો હતો. પરણિતાના માતા પિતા ન હોઇ તેના ભાઈ પાસેથી પૈસા લાવવા દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેણે બ્યુટી પાર્લરના ક્લાસ ચાલુ કર્યા હતા. ત્યારે પણ પતિ દ્વારા ખૂબ હેરાન કરવામાં આવતી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એક દિવસ મોટી પુત્રી પાડોશીનો ફોન જોતી હતી. તેમાં તેઓના facebook પર ફોટા જોતા તે ચોંકી ઉઠી હતી અને પુત્રીએ આ ફોટા તેની માતા એટલે કે પીડિતને બતાવ્યા હતા. એ ફોટામાં પતિ સ્ત્રીના કપડાં પહેરીને મેકઅપ કરીને પોતે સ્ત્રી હોય તેવા ફોટા અપલોડ કર્યા હતા. facebook અને ઇંસ્ટાગ્રામ ઉપર ખોટા બોગસ અને ફેક આઈડી બનાવીને અલગ-અલગ વ્યક્તિઓ સાથે ગંદા અને અશ્લીલ ચેટિંગ કરતા મેસેજ પણ જણાઇ આવ્યા હતા. પતિની માનસિક વિકૃતિ જોઇ પત્ની ચોંકી ઉઠી હતી. જાણે પતિએ જાતીય પરિવર્તન કરાવેલ હોય તેની વર્તણુંક જોવા મળી હતી. આ અંગેના પુરાવા પીડિતા દ્વારા મહિલા પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યા હતા. એનો પતિ વારંવાર વડોદરામાં બરાનપુરા વ્યંઢળ સમાજમાં પણ મળવા જતો હોવાની માહિતી ફરિયાદીને મળી હતી.

શારીરિક અને માનસિક ત્રાસ દરમિયાન પીડિતાએએ વન બ્યુટીપાર્લરમાં નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન પતિના વહેમીલા સ્વભાવના કારણે એક દિવસ પીડિતા બહેનપણીઓ સાથે તેમના પતિ અને પુત્ર સાથે હતા તે સમયે તેનો પતિ શીતલ અચાનક આવી પહોંચ્યો હતો અને તું આ માણસ સાથે કેમ ઉભી છે? તેમ જણાવીને તેને ખૂબ માર માર્યો હતો. આ ટાણે પીડિતાએ જણાવ્યું હતું કે, એ મારો સર છે છતાં તેણે પતિનો માર સહન કર્યો હતો. તારા સર ઉપર કેસ કરી દઈશ એવું જણાવવામાં આવ્યું હતું. જેથી સરના પત્નીએ મારા પતિને સમજાવ્યું હતું કે, તમને ભૂલ થઈ રહી છે. આખરે પતિના આવા ત્રાસના કારણે સલોનની નોકરી પણ છોડી દીધી હતી. અહીંથી ત્રાસ ન અટકતા પીડિતાની મોટી દીકરી હાજર હતી તે સમયે આરોપી પેન્ટની ચેન ખુલ્લી રાખી સુઈ ગયો હતો. એટલું જ નહીં, આરોપીના સાસરિયાઓ તેમના ત્યાં રહેવા આવે ત્યારે તેની સાથે વિકૃત રીતે સુઈ ગયા હતા. આ ઉપરાંત શંકાશીલ પતિએ કેટલી હદ વટાવી હતી કે, એની પત્ની ક્યાં જાય છે? તે જાણવા માટે એના વાહનમાં મોબાઇલ ટ્રેકર પણ લગાવી દીધું હતું અને ઘરની સામે રહેતી અન્ય વ્યક્તિને મહિલા પર સતત નજર રાખવા પણ જણાવતો રહેતો હતો. આખરે કંટાળેલી પરિણીતાએ મહિલા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસનો ગુનો દાખલ કરાવ્યો હતો.