Gujarat
પત્ની સાથે જમવા મામલે બોલાચાલી થતાં પતિએ ઝેરી દવા ગટગટાવી
By GS TEAM
5 Oct 20251 min read

- છોટા ઉદેપુરના વતની અને હાલ હળવદના રાયસંગપરમાં ખેત મજૂરી કરતો હતો
હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહીને મજૂરી કરતા યુવાને પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ હળવદના રાયસંગપર ગામે રહેતા સબીર ઉર્ફે સમીર દુરસિંગ નાયક (ઉ.વ.૨૭) નામના યુવાન ગત તા. ૧૬-૦૯ના રોજ પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા વાડીમાં ઝેરી દવા પી ગયો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજયું હતું. હળવદ પોલીસે બનાવ અંગે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









