Gujarat

વડોદરા: થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ટેમ્પામાંથી દારૂનો જંગી જથ્થો મળ્યો, 31 લાખનો મુદ્દામાલ કબજે

By GS Team
13 Dec 20211 min read
This article was originally published on 13 Dec 2021
વડોદરા: થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ટેમ્પામાંથી દારૂનો જંગી જથ્થો મળ્યો, 31 લાખનો મુદ્દામાલ કબજે

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા શહેરમાં મોટાપાયે ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ગઈરાતે હરણી પાસેથી દારૂ ભરેલો ટેમ્પો મળી આવતા પોલીસે બુટલેગર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

હરણી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોડી રાત્રે ગોલ્ડન ચોકડી પાસે સુગમ હોટલ નજીકના શિવ શક્તિ પાર્કિંગમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે પાર્કિંગનો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો.

પોલીસે પાર્ક કરેલા વાહનો ચેક કરતા ઠાકોરની વચ્ચે પાર્ક કરેલા ટેમ્પો શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. ટેમ્પાનો માલિક ડ્રાઈવર ક્લિનર કોઈ હાજર નહીં હોવાથી પોલીસે તાડપત્રી ખસેડીને અંદર તપાસતા દારૂના ખોખા મળી આવ્યા હતા.

પોલીસે ગણતરી કરતા જુદી-જુદી બ્રાન્ડની 11424 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 26.31 લાખ થાય છે. પોલીસની તપાસમાં દારૂનો જથ્થો પાર્થ ઉર્ફે સોનુ રાજુ બ્રહ્મભટ્ટ (કલાદર્શન ચાર રસ્તા પાસે,રતિલાલ પાર્ક, વાઘોડિયા રોડ) નો હોવાનું ખુલ્લું હતું. જ્યારે દારૂ ભરેલો ટેમ્પો બનાવનારનું નામ ઉદયભાનસિંગ સરનમ સિંગ જાટ (આગ્રા, યુપી) હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે બંને જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.