Gujarat

ધ્રોલ નજીક હાઇવે હોટલમાં 'હોટલ બોય' નો રહસ્યમય સંજોગોમાં ઝેર પી લઈ આપઘાત

By GS Team
13 Oct 20251 min read
This article was originally published on 13 Oct 2025
TukuTouch Logo
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ-આણંદના રહેવાસી હોટલ બોય, કે જેણે ગઈકાલે હોટલના રૂમમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ નજીક હાઇવે હોટલમાં 'હોટલ બોય' નો રહસ્યમય સંજોગોમાં ઝેર પી લઈ આપઘાત

Jamnagar Suicide Case : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ-આણંદના રહેવાસી હોટલ બોય, કે જેણે ગઈકાલે હોટલના રૂમમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે હોટલના સંચાલક હરપાલસિંહ દશરથસિંહ સોઢાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે.દલસાણીયા બનાવના સ્થળે, અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો, અને કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે જાણવા માટે પોલીસે હોટલના સંચાલક તથા અન્ય કર્મચારીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.