Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા

By GS Team
18 Mar 20221 min read
This article was originally published on 18 Mar 2022
અમદાવાદમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા

  અમદાવાદ,ગુરુવાર,17 માર્ચ,2022

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું.૨૮ દર્દી સાજા થયા હતા.શહેરના તમામ રસીકરણ કેન્દ્ર ઉપરથી ૮૯૬૧ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૫૪૯૭ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૭૧૧ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૨થી ૧૪ વર્ષના ૫૯૦૭ બાળકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮ વર્ષના બાળકો પૈકી ૧૯૮ બાળકને રસીનો પહેલો ડોઝ તેમજ ૬૮૦ બાળકને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૦,૨૭,૨૮૧ ડોઝ રસીના નાગરિકોને આપવામાં આવ્યા છે.૫૩,૫૬,૬૯૫ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૪૪,૫૫,૧૫૯ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.રસીકરણ કામગીરીમાં ઉત્તમ કામગીરી કરનારા હેલ્થ વિભાગના દસ કર્મચારીઓનું સન્માન મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર દ્વારા કરવામાં આવ્યુ હતું.