Gujarat

જામનગરની મોટી હવેલીમાં વહેલી સવારે હોલિકા દહન તેમજ ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

By GS Team
19 Mar 20221 min read
This article was originally published on 19 Mar 2022
જામનગરની મોટી હવેલીમાં વહેલી સવારે હોલિકા દહન તેમજ ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

જામનગર, તા. 19 જાન્યુઆરી 2022

જામનગરની મધ્યમાં આવેલી મોટી હવેલીમાં હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને હોલિકા દહન તેમજ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, અને બહોળી સંખ્યામાં હરિભક્તો હોલી પૂજન કરીને ધૂળેટીના રંગે રંગાયા હતા.

જામનગર મોટી હવેલીમાં ગોસ્વામી હરિરાયજી મહોદયના સાનિધ્યમાં હોળી મહોત્સવ ઉજવાયો હતો અને વહેલી સવારે હોળીકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની વેશભૂષા સાથે દેવતાને હાજર રખાયા હતા. સૌ પ્રથમ હરિરાયજી મહોદાય દ્વારા હોલિકા પર અબીલ-ગુલાલ ની છોળો ઉડાવી હતી. ત્યાર પછી હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હરિભક્તોએ હોલિકાની પ્રદક્ષિણા કરીને દર્શનનો લાભ લીધો હતો.


આ ઉપરાંત મોટી હવેલી પરિસરમાં ફૂલડોલ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી અને અનેક હરિભક્તો ધૂળેટીના રંગે રંગાયા હતા.