અસલાલીમાં ટ્રેલરની ટક્કરથી પતિની નજર સામે પત્નીનું , વટવામાં વાહન ટક્કરથી યુવકનું મૃત્યું

અમદાવાદ,મંગળવાર
પૂર્વમાં દિન પ્રતિદિન ગંભીર અકસ્માત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. અસલાલી અને વટવામાં અકસ્માતમાં મહિલા અને યુવકનું મોત થયું હતું, જેમાં અસલાવી સર્કલ પાસે ટ્રેલર ટ્રકની ટક્કરથી પતિ-પત્ની અને બાળકો રોડ ઉપર પટકાયા હતા જેમાં ટાયર નીચે આવી જતાં પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. જ્યારે વટવામાં સીટી મામલતદાર કચેરી સામે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી જતાં મોપેડ ચાલક યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વથધુ તપાસ હાથ ધરી છે.
અસલાલી સર્કલ પાસે ટ્રેલરની ટક્કરથી પતિ-પત્ની બાળકો રોડ ઉપર પટકાયા ટ્રેલરના ટાયર નીચે આવી જતાં મહિલાનું આઇસીયુંમાં સારવાર દરમિયાન મોત
દસક્રોઇ તાલુકામાં રહેતા આધેડે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમની પત્ની અને બે બાળકો સાથે એક્ટિવા ઉપર બેસીને બપોરના સમયે ભુવાલડી જવા માટે નીકળ્યા હતા અને અસલાલી સર્કલ ઘોડા સર્કલ કમોડ ગેટની સામેથી પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટ્રેલર ટ્રકના ચાલકે અચાનક ઓવર ટેક કરીને તેમના વાહનને ટક્કર મારતા પરિવારના તમામં રોડ ઉપર પટકાયા હતા તેમની પત્ની ટ્રેલરના ટાયર નીચે દબાઇ જતાં પેટ, કમર સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી તેઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં આઇસીયુંમા દાખલ કરીને પેટના ભાગે ઓપરેશન કર્યા બાદ સારવાર દરમિયાન આજે મોત થયું હતું.
બીજા બનાવમાં રાયપુરમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેમના ભાઇ એક્સેસ ટુ વ્હીલર લઇને વટવા એસ.પી.રિંડ રોડ ઉપર વટવા સીટી મામલતદાર કચેરી સામેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે આગળ કોઇ વાહન જતું હતું જો કે યુવકે બ્રેક મારતા બ્રેક વાગી ન હોવાથી વાહનને ટક્કરતા માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સ્થળ ઉપર મોત થયું હતું.








