Gujarat

હરણીમાં હીટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફંગોળી ફગોળી કારચાલક ફરાર

By GS TEAM
4 May 20261 min read
TukuTouch Logo
વડોદરામાં એક તરફ પોલીસ દ્વારા હેલ્મેટની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અકસ્માતમાં બનાવો અટકવાનું નામ લેતા નથી. હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે હીટ એન્ડ રનની ઘટના બનતા પોલીસે ફરાર કારચાલકની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણીમાં હીટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફંગોળી ફગોળી કારચાલક ફરાર

Vadodara : વડોદરામાં એક તરફ પોલીસ દ્વારા હેલ્મેટની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અકસ્માતમાં બનાવો અટકવાનું નામ લેતા નથી. હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે હીટ એન્ડ રનની ઘટના બનતા પોલીસે ફરાર કારચાલકની તપાસ હાથ ધરી છે. 

હરણી પોલીસ સ્ટેશન હેઠળના બ્રહ્માનગર ખાતે તા.બીજીએ બપોરે કનુભાઈ મારવાડી(સીતારામ નગર,વાઈટ વુડાના મકાન પાસે, ન્યુ વીઆઇપી રોડ) તેમના પત્ની સાથે સ્કૂટર ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે ધસી આવેલા એક વાનચાલકે તેમને ટક્કર મારી હતી.

બનાવને કારણે બંને પતિ પત્નીને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરણી પોલીસે આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.