Gujarat

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી માર્ગ પરથી પસાર થતા હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં સર્જાયેલા વીજ કરંટમાં સગા ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત

Himmatnagar Tragedy: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી માર્ગ પરથી પસાર થતા હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં સર્જાયેલા વીજ કરંટમાં સગા ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી માહિતી અનુસાર, ખેડાવાડા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ટ્રેક્ટર લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર નીચા લટકી રહેલા અથવા પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના જીવંત તાર સાથે ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપરનો ભાગ અચાનક અડકી ગયો હતો. ટ્રોલી લોખંડની હોવાને કારણે પળવારમાં જ આખા ટ્રેક્ટરમાં હજારો વોલ્ટનો વીજ કરંટ ઉતરી આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો

પરિવાર પર આભ ફાટ્યું

આ ગોઝારી દુર્ઘટનામાં ટ્રેક્ટર પર સવાર કાળાભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. વીજ આંચકો એટલો પ્રચંડ હતો કે બંને ભાઈ-બહેનને સંભળવાનો મોકો પણ ન મળ્યો અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. એકસાથે ઘરના બે જુવાનજોધ સંતાનોના મોતના સમાચાર મળતા જ પ્રજાપતિ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું.

ગ્રામજનોમાં વીજ કંપની સામે રોષ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોમાં વીજ લાઈનના જોખમી તારને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.