Gujarat

અમદાવાદમાં CTM બ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા, આપઘાત કરવા જતા યુવકને NSUIના કાર્યકરોએ બચાવ્યો

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે બુધવારે (24 ડિસેમ્બર) રાત્રે CTM ડબલ ડેકર બ્રિજ પર એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ત્યાંથી પસાર થઈ રહેલા NSUIના કાર્યકરોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં CTM બ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા, આપઘાત કરવા જતા યુવકને NSUIના કાર્યકરોએ બચાવ્યો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે બુધવારે (24 ડિસેમ્બર) રાત્રે CTM ડબલ ડેકર બ્રિજ પર એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ત્યાંથી પસાર થઈ રહેલા NSUIના કાર્યકરોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.

10 મિનિટ સુધી શ્વાસ અધ્ધર કરતો ડ્રામા

મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે એક યુવક CTM બ્રિજની રેલિંગ પર ચડી ગયો હતો અને નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને બ્રિજ નીચે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લોકો નીચેથી યુવકને સમજાવવા અને નીચે ઉતરવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા NSUIના કાર્યકરોની નજર આ યુવક પર પડી હતી. યુવક નીચે જુએ તે પહેલા જ કેટલાક કાર્યકરો ચૂપચાપ બ્રિજ પર ઉપર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, અટકળો તેજ

યુવક છલાંગ લગાવવા જ જતો હતો કે તરત જ એક કાર્યકરે તેનો શર્ટ પકડી લીધો હતો. શર્ટ પકડાઈ જતા યુવકે શર્ટ કાઢીને પણ નીચે કૂદવાનો ઝનૂની પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કાર્યકરો અને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને મજબૂતીથી પકડી લીધો હતો.

પારિવારિક વિખવાદના કારણે લેવા જતો હતો અંતિમ પગલું

યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે, યુવક મૂળ છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે. પારિવારિક સમસ્યાઓ અને માનસિક તણાવને કારણે તે કંટાળી ગયો હતો અને આત્મહત્યા કરવા માટે અમદાવાદ આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. NSUIના કાર્યકરોએ યુવકને સમજાવીને રામોલ પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરવાની અને તેને કાઉન્સેલિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.