Gujarat

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત

By GS TEAM
4 May 20261 min read
TukuTouch Logo
સુરત ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઉજવાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમ દરમિયાન વડોદરાની હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત

Vadodara : સુરત ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઉજવાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમ દરમિયાન વડોદરાની હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સુરતના ડુમસ સી-ફેસ સ્થિત ઓરા યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હેત્વીને આ સન્માન અપાયું હતું. હેત્વી ખીમસુરિયા 75 ટકા મનોદિવ્યાંગ હોવા છતાં પોતાના દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસના બળ પર કલા અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. હેત્વીને વર્ષ 2024માં કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો છે. પઝલ સોલ્વિંગ, ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં એમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહારથ મેળવી છે.

તાજીતરમાં યોજાયેલી નેશનલ કક્ષાની સેરેબ્રલ પાલસી ચેમ્પિયનશિપ 2026માં હેત્વીએ શોટપૂટ અને ભાલાફેંક સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હેત્વી પોતાના માતા-પિતાની એકમાત્ર દીકરી છે અને અનેક શારીરિક પડકારો વચ્ચે પણ સિદ્ધિ મેળવતાં આજે દિવ્યાંગ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.