યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઈન

- મંત્રી વાઘાણીનું નાગરિકોને આશ્વાસન-સચિવ કક્ષાની વાતચીત ચાલુ જ છે, નાગરિકો ચિંતા ન કરેઃસ્ટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પર ફોન કરી શકાશે
રાજકોટ : શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણીએ રાજયની જનતાને આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, યુક્રેઇનમાં ફસાયેલા ગુજરાતી છાત્રોને સલામત રીતે વતન પરત લાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, અને આ માટે રાજયના ચીફ સેક્રેટરી પંકજકુમાર વિદેશ સચિવ સાથે સતત સંપર્કમાં છે. આથી રાજયના નાગરિકો યુક્રેઇન વસતા તેમના સગાંઓની ચિંતા ન કરે.
રાજકોટના પ્રભારી મંત્રી જિતુભાઇ વાઘાણીએ દ્રઢ સ્વરે જણાવ્યું હતું કે, યુક્રેઇનમાં વસતા રાજયના અઢીથી ત્રણ હજાર છાત્રોની સુરક્ષા અને સલામતી માટે રાજયસરકાર સતત પ્રયત્નો કરી રહી છે. કેન્દ્ર સાથે અને યુક્રેઇન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરી યુક્રેઇનના નિવાસીઓને ભારત લાવવા માટે તમામ પ્રયત્નો કરાઇ રહયા છે. આ માટે રાજયમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના નંબર ૦૭૯-૨૩૨૫૧૯૦૦ છે. આ ઉપરાંત +૩૮૦૯૯૭૩૦૦૪૮૩ અને +૩૮૦૯૯૭૩૦૦૪૨૮ નંબર પર પણ સંબંધિતો ફોન કરી તેમના સ્વજનોની જાણકારી મેળવી શકશે.




