Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

By GS TEAM
24 Aug 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આાગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આાગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે સોમવારે (25 ઓગસ્ટ) મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભાવનગર, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

26-27 ઓગસ્ટની આગાહી

26-27 ઓગસ્ટના રોજ રાજ્યના 20 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

28થી 30 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી 28થી 30 ઓગસ્ટ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.