Get The App

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ 1 - image

વડોદરાઃ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઘાસ અને કચરાના ઢગલામાં આગ લાગવાના સતત બનાવો બની રહ્યા છે.આવા બનાવોને કારણે ધુમાડા ફેલાતાં આસપાસના રહીશો અને વાહનચાલકો પરેશાન થતા હોય છે.

અગાઉ વિશ્વામિત્રી નદીના કાંઠે ઝાડીઓમાં લાગેલી આગને કારણે કારેલીબાગ વિસ્તારની એક ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી આગ  પહાેચતા બાળ દર્દીઓને શિફ્ટ કરવા પડ્યા હોવાનો પણ બનાવ બન્યો હતો.

  આજે બપોરે માણેજા ક્રોસિંગ પાસે ખુલ્લી જમીનમાં ઘાસમાં તેમજ અકોટા બ્રિજ પાસે ઘાસ અને કચરામાં આવી રીતે આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.