Gujarat

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યોઃ જનજીવન ઠપ

By GS Team
18 May 20201 min read
This article was originally published on 18 May 2020
ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યોઃ જનજીવન ઠપ

ડીસા, તા. 17 મે 2020, રવિવાર

કોરોના વાઈરસનો કહેર ચાલી રહ્યો છે. જેના કારણે તમામ લોકો ઘરમાં જ રહે  છે ત્યારે બીજી બાજુ ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. જ્યારે હવામાનમાં પલટા બાદ હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉંચકાઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૪૨.૫ ડિગ્રી, પાલનપુરમાં ૪૨.૦ ડિગ્રી, અમીરગઢમાં ૪૩.૦ ડિગ્રી, અંબાજીમાં ૪૦.૦ ડિગ્રી, આબુરોડ ૪૩.૦ ડિગ્રી, ઈડરમાં ૪૨.૦ ડિગ્રી, મહેસાણામાં ૪૦.૦ ડિગ્રી, ઊંઝામાં ૪૦.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૪૦.૦ ડિગ્રી, પાટણમાં ૪૩.૦ ડિગ્રી, મોડાસામાં ૪૩.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૪૦.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૪૨.૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

હાલમાં ભારતભરમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે અને બીજી બાજુ ગરમી પ્રકોપ શરૃ થતાં લોકો એ.સી. અને પંખાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી માવઠુ થતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધવા પામ્યું છે. જોકે હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના  વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે. જેના લીધે ગરમીનું પ્રમાણ વધતા બપોરના સમયે લોકોને બપારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે.