Gujarat

અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો

By GS TEAM
18 Nov 20251 min read
અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો

- ખેડામાં બે સ્થળેથી 6 જુગારીઓ ઝડપાયા

નડિયાદ : ખેડામાં અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાંથી જુગાર રમતા છ શખ્સોને ખેડા ટાઉન પોલીસે રોકડ રૂ.૩,૧૪૦ સાથે ઝડપી પાડયા હતા. 

ખેડા ટાઉન પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અંબિકા કોમ્પ્લેક્સ પાસે ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર રમતા કિરણભાઈ ચીમનભાઈ ભીલ, સુરેશભાઈ પરાગભાઈ રાઠોડ તેમજ મોહમ્મદ મહેમુદ મિયા મલેકને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૨,૭૫૦ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. ઉપરાંત ખુમરવાડ વાલ્મિકી વાસમાં જાહેરમાં જુગાર રમતા ધનરાજ ભરતભાઈ વાઘેલા, રમેશભાઈ કાંતિભાઈ વાઘેલા તેમજ નરેશ જશુભાઈ વાઘેલાને રોકડ રૂ.૩૯૦ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.