બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મની બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લેનાર વેપારી સામે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમતા એમ.આઇ.જી. ફ્લેટમાં રહેતા પ્રેમીલાબેન રશ્મીકાંતભાઇ ઉપાધ્યાયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમે સુલતાનપુરા ગોલવાડ કાતે રહેતા હતા.તે સમયે અમારા પાડોશમાં મહેન્દ્રભાઇ રમણલાલ સોની રહેતા હતા. ત્યારથી અણારી તેઓની સાથે ઓળખાણ થઇ હતી. તેઓ અંકુર મશીનરી સ્ટોર્સ નામથી મશીનરી પાર્ટ્સનો ધંધો કરતા હતા. તેઓ અવારનવાર અમારા ઘરે આવતા હોઇ અમારા વચ્ચે ભાઇ બહેનનો સંબંધ હતો. જૂન -2020માં અમારા પતિનું અવસાન થતા અમે તે મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ અમને આવાસ યોજનામાં મકાન મળતા અમે ત્યાં રહીએ છીએ. મહેન્દ્રભાઇએ મને કહ્યું હતું કે, તમારી પાસે કેટલી મૂડી છે ? હું તમને કોઇ રોકાણ કરાવી આપું. મારા ધંધામાં ભાગીદાર બનાવું આપણે ભાઇ બહેન ધંધો કરીશું. તેમના પર વિશ્વાસ હોઇ મેં તેઓને 10 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે આણંદમાં એક દુકાન ભાડે લઇ આપી હતી. તેમાં કોઇ સામાન ભરતા નહતા. અમને કાલી દુકાનમાં બેસાડતા હતા. અમારો સમય બગડતો હોઇ પૈસા પરત માગ્યા હતા.
ત્યારબાદ તેમણે બેંક વ્યાજ જેટલી રકમ દર મહિને આપવાનું કહી કુલ 1.80 લાખ આપ્યા હતા. અમારી મૂડી પરત આપી નહતી. તેમજ કરારની કોઇ શરતનું પાલન કર્યું નહતું.









