Gujarat

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી

By GS TEAM
10 Jun 20261 min read
NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી

 વડોદરાવડોદરના સમા વિસ્તારમાં આવેલા યુએસના સિટિઝન પાસેથી ૨૨ હજાર રૃપિયા  પડાવી લેવાના કિસ્સામાં ફતેગંજના હેડ કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. 

મિતેશ પટેલે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યંુ હતું કે, બે દિવસ અગાઉ રાત્રે બે વાગ્યે  હું મારી કાર લઇને મિત્રને ત્યાં ગયો હતો.નિઝામપુરામાં હું કાર સાઇડ પર પાર્ક કરી મિત્રની રાહ જોતો હતો ત્યારે બે હોમગાર્ડ જવાનોએે કાર ચેક કરતા દારૃની બોટલ મળી આવી હતી. મારી પાસે પરમિટ હોવાનું જણાવવા છતાંય મને ફતેગંજ પોલીસ સ્ટેશન લઇ  જઇ ૨૨ હજાર પડાવી લેવાયા હતા. આ ઘટના બાદ પોલીસ કમિશનર દ્વારા હે.કો.સુરેશભાઇ વાલસીંગભાઇની પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે હોમગાર્ડ જવાન જયદીપ પ્રવિણભાઇ અને ચેતન સંજયભાઇને ફરજમાંથી દૂર કરવા માટે રિપોર્ટ પાઠવવાની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે.આ ઘટનાની તપાસ એ.સી.પી. એ ડિવિજનને સોંપવામાં આવી છે.