Gujarat

અમદાવાદ: સાબરમતી જેલમાં ગેરકાયદે મુલાકાત કરનાર હરેશ મુલચંદાનીને તડીપાર કરવાની તજવીજ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની સાબરમતી જેલમાં આરોપી સાથે મુલાકાતના વિવાદમાં સપડાયેલા હરેશ મુલચંદાનીને તડીપાર કરવા ACpને તપાસ સોંપાઈ છે. તેણે કોર્ટના જામીન નિયમોનો ભંગ કરી પાસપોર્ટ જમા કરાવ્યા વિના શ્રીલંકા પ્રીમિયર લીગમાં હાજરી આપી હતી. ક્રિકેટ સટ્ટા સહિતના ગુનાહિત ઇતિહાસને કારણે પોલીસ કમિશનર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાબરમતી જેલમાં ગેરકાયદે મુલાકાત કરનાર હરેશ મુલચંદાનીને તડીપાર કરવાની તજવીજ

Sabarmati Central Jail: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વકીલના રૂમમાં આરોપી સાથે મુલાકાત કરવાના વિવાદમાં સંડોવાયેલા હરેશ મુલચંદાની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેને તડીપાર કરવા માટે પોલીસ કમિશનરે E ડિવિઝનના ACPને તપાસ સોંપી છે. આ સિવાય સરદારનગર પોલીસ સ્ટેશનના મારમારીના કેસમાં કોર્ટના જામીનના નિયમોનો ભંગ કરીને પાસપોર્ટ જમા કરાવ્યા વિના શ્રીલંકા પ્રીમિયર લીગમાં જવા અંગે પણ તેની સામે તપાસ ચાલી રહી છે.

સટ્ટા કૌભાંડ અને જામીનની શરતોનો ભંગ

નાના ચિલોડા સ્થિત રીઝોઇસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં સંડોવાયેલા હરેશ મુલચંદાનીએ જેલના વકીલ રૂમમાં અન્ય એક કેદી સાથે મુલાકાત કરીને નવો વિવાદ ઊભો કર્યો હતો. તેના વિરુદ્ધ નોંધાયેલા વિવિધ ગુના પૈકી સરદારનગર પોલીસ સ્ટેશનના એક કેસમાં કોર્ટે જામીન આપતી વખતે પાસપોર્ટ જમા કરાવવાની શરત મૂકી હતી. પરંતુ, તે શરતોનો અનાદર કરીને શ્રીલંકા પ્રીમિયર લીગ જોવા માટે પહોંચી ગયો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અગાઉ પાડવામાં આવેલા ક્રિકેટ સટ્ટાના દરોડાની તપાસમાં પણ હરેશ મુલચંદાનીનું નામ સામે આવ્યું હતું, જેમાં અનેક મોટા ખુલાસા થયા છે. સરદારનગર અને અન્ય પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસો ઉપરાંત તેની સામે અનેક અરજીઓ પણ થઈ છે. તેણે અરજી કરનારાઓને ધમકાવ્યા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી છે. આ તમામ ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર કચેરી દ્વારા તેને તડીપાર કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.