Gujarat

રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો

By GS Team
21 Oct 20252 mins read
This article was originally published on 21 Oct 2025
રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર  પકડાયો

વડોદરાઃ રાત્રી બજારમાં અસામાજિક તત્વો અડિંગો જમાવી રહ્યા હોવાથી આવા તત્વો સામે પગલાં લેવા જરૃરી બન્યું છે.ગઇમધરાતે પતિ અને ભાઇ સાથે જમવા આવેલી મહિલાને ઘૂરીને જોવા બાબતે તકરાર થતાં ભારે ઉત્તેજના વ્યાપી હતી.

સેવાસી ખાતે રહેતી યુવતી ગઇ રાતે રાત્રી  બજારમાં ગુપ્તાજીની પાંઉભાજી પર પતિ અને ભાઇ સાથે આવી હતી.ત્યારે સામે ટેબલ પર બેઠેલા બે યુવકો તેને દસ મિનિટ સુધી ઘૂરીને જોતા હોવાથી મહિલાના પતિ અને ભાઇએ દુકાનદારને જાણ કરી હતી.

આ વખતે દુકાનદારે બંને યુવકોને ટકોર કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને સાળા- બનેવીને ગાળો દઇ હુમલો કરવા દોડી આવ્યા હતા.જે દરમિયાન પોલીસ આવી જતાં તેઓ પરત ફર્યા હતા.

આ પૈકીના એક જણાએ સાળા-બનેવીને બહાર નીકળો તો જોઇ લઉં,ગળું કાપી નાંખું તેવો છું..તેવી ધમકી આપી હતી.પરંતુ તે જ વખતે પોલીસ આવી જતાં બેમાંથી જિમ ટ્રેનર શિવદાસ ભરતલાલ ગિરી(સિકોતર ધામ સોસાયટી,ગોરવા) પકડાઇ ગયો હતો. જ્યારે તેનો બીજો સાગરીત ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ જારી રાખી છે.

નોંધનીય છે કે,ગણેશોત્સવ દરમિયાન પણ એક દુકાનદારના નોકરે યુવતીની છેડતી કરતાં યુવતીએ પાઠ ભણાવવા કોઇને ફોન કર્યા હતા.પરંતુ દુકાનદારે સમજાવટ કરી વાત આગળ વધતી અટકાવી હતી.

મેનેજરનું ઉપરાણું લઇ કારમાં આવેલા  બે શખ્સોએ સલૂનના કારીગરને માર માર્યો

વડીવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને ઘર બહાર બોલાવી માર મારનાર બે હુમલાખોર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

પટેલ ફળિયામાં રહેતા સિરાજગુલદ્દીન અંસારીએ પોલીસને કહ્યું છે કે,દોઢ વર્ષથી હું હેર સલૂનમાં કામ કરું છું.ગઇકાલે  બપોરે દુકાનમાં સફાઇ દરમિયાન મેનેજર નિયા ઘેલાણી સાથે બોલવાનું થયું હતું.

ત્યારબાદ રાતે સાડાદસેક વાગે હું ઘેર હતો ત્યારે રેહાન ઉર્ફે ફૈઝાન પઠાણ અને તેનો મિત્ર કારમાં આવ્યા હતા અને તું મેનેજર નીયા ઘેલાણી સાથે કેમ બોલાચાલી કરતો હતો તેમ કહી બહાર બોલાવીને માર માર્યો હતો.તેમણે ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.