Get The App

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું 1 - image

કચ્છ, ભાવનગર અને બરોડામાં ક્રિકેટ કોચિંગ લઇ અમેરિકાને જીત અપાવી : 17 વર્ષની વયે કેપ્ટન બનેલી અદિતી કહે છે કે ' ફેમિલી કેર, પેશન, સ્ટડી, હેલ્થ અને ક્રિકેટ સઘળી પ્રવૃત્તિ એકસાથે કરવા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી'

રાજકોટ, : ભારતની મહિલા ક્રિકેટ ટીમ જીતના પરચમ લહેરાવી રહી છે ત્યારે ગુજરાતની એક દીકરી અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અદિતી ચુડાસમાનો પરિવાર મૂળ અમદાવાદનો છે. સમયાંતરે ભાવનગર, કચ્છ અને બરોડામાં કોચિંગ લઇ અમેરિકામાં ક્રિકેટર, બોલર બની અને ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ આપીં કેપ્ટનશીપ મેળવી છે. અત્યાર સુધી મહિલા ટીમનું નેતૃત્વ કરી ઘણા મેચ જીતાડી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

આ અંગે અદિતીના પિતા ઇન્દ્રજીતસિંહ કહે છે કે, ' અદિતી ૯ વર્ષની હતી ત્યારે અમે સહપરિવાર વહેલી સવારે 3 વાગ્યા સુધી મેચ જોતા હતા. આ મેચ અદિતીને બહુ રસપ્રદ લાગી. તેના કોચિંગ ક્લાસ એક કલાકના અંતરે હોવા છતાં અદિતી એકથી દોઢ કલાક ક્રિકેટ શીખવા માટે બે કલાકનું ટ્રાવેલિંગ કરતી હતી. ધીરે ધીરે તેની ગમતી રમતમાં મહારથ આવતી ગઇ. અમે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહીએ છીએ પણ અમે મૂળ ગુજરાતી અને અમદાવાદના વાગડ વિસ્તારના છીએ. અમારું કુટુંબ ભાવનગર, ધોળકા, ભાવનગર અને રાજકોટમાં રહે છે. તે વધારે પરફેક્ટ બને એટલા માટે અમે તેને ભાવનગરમાં એક વર્ષ ક્રિકેટ કોચિંગ અપાવ્યું હતું. થોડો સમય અમેરીકા આવી અને ફરી કચ્છમાં પર્સનલ કોચિંગ શરૂ જ કર્યું હતું ત્યાં કોરોના આવ્યો. બાદમાં થોડો સમય બરોડામાં કોચિંગ લઇને અમેરીકા પરત ફરી લોકલ ક્લબમાં પાર્ટીસિપેટ કર્યું. સ્થાનિક ક્રિકેટની સ્પર્ધાથી રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી. ૧૭ વર્ષની વયે અંડર ૧૯ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બની.  અંડર ૧૯ ઝિમ્બાવે અને યુએઇ સામેની મેચ રમી, જેમાં યુ.એ.ઇ.ની ચોથી મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નું ટાઇટલ મેળવ્યું. સાઉથ આફ્રિકા સામેના વર્લ્ડ કપ માટે સિલેક્શન થયું અને બેસ્ટ બોલરનું ટાઇટલ પણ મળ્યું હતું. સિનિયર ટીમમાં પ્રથમવાર ગ્લોબલ ફ્રેન્ચાઇજી થકી રમાવાની અને શીખવાની તક મળી. ત્યાર પછી સિનિયર મહિલા ટીમની કેપ્ટન બની ગઇ. અત્યાર સુધીમા ઘણી બધી મેચ રમી અને હવે મલેશીયામાં વિમેન વર્લ્ડ કપ મેચ મારી દીકરીના પ્રતિનિધિત્વમાં રમાશે.'

મારી સફળતામાં ગુજરાતનો અને મારા કોચનો સહયોગ

'મારા પ્લેયર તરીકેના ઘડતરમાં મારા સ્થાનિક કોચ અને ગુજરાતનો સિંહફાળો છે. ગુજરાતની યાત્રા અને કોચીંગથી મારામાં ઘણો સુધારો આવ્યો છે. હાલ હું ધોરણ 12ની પરીક્ષા પાસ કરીશ અને આગળ ફિજીયોલોજીનો અભ્યાસ કરીશ. મારો સફળતા મંત્ર એટલે ટાઇમ મેનેજમેન્ટ. ફેમેલી, પેશન, સ્ટડી, હેલ્થ અને ક્રિકેટ સઘળી પ્રવૃત્તિઓનું ટાઇમ ટેબલ બનાવી ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.'  - અદિતી ચુડાસમા