Gujarat

ગુજરાતીઓએ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી 3,10,829 કરોડની લોન લીધી

By GS Team
13 Feb 20222 mins read
This article was originally published on 13 Feb 2022
ગુજરાતીઓએ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી 3,10,829 કરોડની લોન લીધી

કોરોના કાળ-આર્થિક સંકડામણ વચ્ચે લોકોએ દેવું કર્યું

લોન ચૂકવવાના દરમાં કમીને લીધે કેન્દ્રીય નાણાં મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી, છેલ્લા 3 વર્ષમાં લોન લેવાના દરમાં વૃધ્ધિ

અમદાવાદ : કોરાના કાળમાં ધંધા વેપાર પર વ્યાપક અસર પહોંચી હતી. આ ઉપરાંત લોકોને આિર્થક સંકડામણનો સામનો કરવો પડયો હતો. આ વિષમ પરિસિૃથતી માં વેપાર ધંધાને ટકાવી રાખવા ઉપરાંત આિર્થક સંકડામણથી છૂટકારો મેળવવા ગુજરાતીઓએ નાછૂટકે બેંક લોનનો સહારો લેવા પડયો હતો.

લોકસભામાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે જવાબ રજૂ કર્યો છેકે, ગુજરાતીઓએ જુદી જુદી રાષ્ટ્રીય બેંકોમાંથી કુલ મળીને રૂા.3,10,829 કરોડની લોન લીધી છે. કોરોનાકાળમાં વેપાર ધંધા ઠપ થતાં ગુજરાતીઓએ આર્થિક નુકશાન ભોગવવુ પડયુ હતું.

રોજનું કમાઇને રોજ ખાનારા પરિવારોની તો દશા કફોડી બની હતી. કોરોના ઉપરાંત  મોંઘવારીના કપરા કાળમાં આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો માટે પણ લોન એક આશરો બની રહે છે તે જોતાં પર્સનલ લોનમાં વધારો નોંધાઇ રહ્યો છે.

ઘર,કાર ઉપરાંત ટીવી સહિત ઇલેકટ્રીક સાધનો ખરીદવા ય લોકો લોન લઇ રહ્યા છે.આ પ્રકારની લોનમાં દિને દિને વધારો થઇ રહ્યો છે. જાણકારો કહી રહ્યા છેકે, ત્વરિત મંજૂરી, હળવી શરતો ઉપરાંત ઓછા -આકર્ષક વ્યાજદરને  કારણે લોકો બેંક લોન લેવામાં માડયા છે. 

 કોરાના કાળમાં આર્થિક થપાટ ખાનારાં નાના ઉદ્યોગો ઉપરાંત કોર્પોરેટ ગૃહો પણ લોનો લેવામાં બાકાત રહી શક્યા નથી.હવે જયારે કોરોના વિદાય લઇ રહ્યો છે ત્યારે અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે જેથી લઘુ ઉદ્યોગો જ નહીં, કોર્પોરેટ કંપનીઓ દ્વારા લેવાતી લોનના પ્રમાણમાં વધારો થયો છે.એગ્રીકલ્ચર લોનનું પ્રમાણ વધુ છે. 

કેન્દ્રીય નાણા મંત્રાલયે લોકસભામાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કઇ રાષ્ટ્રીયકૃત બેંકોએ કેટલુ ધિરાણ આપ્યુ છે તેનો વિસ્તૃત જવાબ રજૂ કર્યો હતો સાથે એ વાતની ચિંતા વ્યક્ત કરી હતીકે, લોન વસૂલી કરવાનો દર ઓછો છે જેથી ડિફોલ્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચનો કર્યા હતાં.

તેનુ કારણ એછેકે, ગુજરાતમાં લોન ધિરાણનું પ્રમાણ ઘણું મોટુ છે સામે છેડી લોન વસૂલીનુ પ્રમાણ દર ઓછુ છે. નાણાં મંત્રાલયના મતે,  ગુજરાતમાં સ્ટેટ બેંક થી માંડી અન્ય રાષ્ટ્રીય કૃત બેંકોએ તા.30મી સપ્ટેમ્બર,2021 સુધીમાં ે કુલ મળીને 3,01,829 કરોડની લોનનુ ધિરાણ કર્યુ છે. 

કઇ રાષ્ટ્રીય કૃત બેંકોએ કેટલુ ધિરાણ આપ્યુ

બેંક ઓફ બરોડા

રૂા. 77,955 કરોડ

બેંક ઓફ ઇન્ડિયા

રૂા.23,411 કરોડ

બેંક ઓફ મહારાષ્ટ્ર 

રૂા.2791 કરોડ

કેનરા બેંક

રૂા. 13,092 કરોડ

સેન્ટ્રલ બેંક

રૂા.10,534 કરોડ

ઇન્ડિયન બેક

રૂા.11,688 કરોડ

આઇઓબી

રૂા.4346 કરોડ

પીએનબી

રૂા.20,625 કરોડ

સ્ટેટ બેંક

રૂા.1,13,544 કરોડ

યુકો બેંક

રૂા.5774 કરોડ

યુનિયન બેક

રૂા.26,079 કરોડ