ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

US Tariff: મીઠાઈઓ, ભાતીગળ વસ્તુઓ અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલી ભેટ સોગાદો સ્વીકારતા અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે છેક દશેરાથી લઈને દિવાળી સુધીનો સમયગાળો અત્યાર સુધીમાં સૌથી વધુ વધુ સંઘર્ષમય રહ્યો છે. કુરિયર ચાર્જના વધતા ટેરિફ અને વિલંબોને લીધે અનેક ગુજરાતી પરિવારોની દિવાળી હતાશામાં ફેરવાઈ છે. અમેરિકામાં રહેતા લગભગ 10-15 લાખ ગુજરાતી મૂળના લોકોમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સગા-વ્હાલા થકી ભારતથી જાણીતી મીઠાઈ બ્રાન્ડ દ્વારા અને ઘરે બનાવેલી મીઠાઈઓ મંગાવે છે, પરંત હવે આ સરળ નથી રહ્યું.
આ પણ વાંચોઃ દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન
5000ની મીઠાઈ મોકલવામાં 2500નો વધારાનો ખર્ચ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ ભારતીય આયાત પર લગાવેલા 50% સુધીના ટેરિફમાં ભારતીય ભાવનાઓને પણ અસર થઈ છે. 27 ઓગસ્ટ, 2025 પહેલાં 800 ડૉલર સુધીના પેકેજ ડ્યુટી-ફ્રી હતા. પરંતુ હવે તેના પર 50% ડ્યુટી લાગી ગઈ છે. ઉદાહરણ તરીકે, 5000ની મીઠાઈના પેકેજ પર 2500 વધારાનો ખર્ચ આવે છે. આના કારણે ભારતની કુરિયર કંપનીઓનો અને તેની સાથે સંકળાયેલ દેશના ઘણાં મીઠાઈ હબને 70-80%નું નુકસાન થયું છે.
દિવાળીમાં મીઠાઈઓ સમયસર ન પહોંચતા નિરાશા વધી
ભારત પોસ્ટે 22 ઓગસ્ટથી અમેરિકા માટે પાર્સલ સર્વિસ સ્થગિત કરી હતી, જે 15 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ છે. પરંતુ નવા કસ્ટમ્સ નિયમોને કારણે પેકેજોમાં 8-15 દિવસના વિલંબ થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તો મહિનાઓ લાગે છે. દશેરા અને દિવાળીમાં મીઠાઈઓ સમયસર ન પહોંચતા નિરાશા વધી છે.
આ પણ વાંચોઃ આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ
નિકાસમાં 50-70%નો ઘટાડો
ગુજરાતમાંથી અમેરિકામાં થતી નિકાસમાં સીધો 50-70% ઘટાડો થયો છે, જે હજારો કારીગર પરિવારોને અસર કરી રહ્યો છે. જેના કારણે ભાવનાત્મક રીતે પરિવારો વચ્ચેના જોડાણમાં અવરોધ આવી રહ્યો છે. પહેલીવાર અમેરિકામાં વસતાં ગુજરાતીઓ પોતાની મનગમતી મીઠાઈમાં પડેલી માટીની મહેકથી વંચિત રહ્યા છે. હાલમાં બધાં કુરિયરના ભાવ આસમાને છે તો બીજી તરફ ગુજરાતી પરિવારના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભારતીય વસ્તુઓ મંગાવવા બાબતે ગુજરાતી પરિવારોમાં આ વાત મુખ્ય બની છે.