Gujarat

ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે માવઠું, વલસાડ જિલ્લામાં ખાબક્યો વરસાદ, સાપુતારામાં માર્ગો પર સન્નાટો છવાયો

By GS Team
5 Dec 20242 mins read
This article was originally published on 5 Dec 2024
TukuTouch Logo
ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે માવઠું, વલસાડ જિલ્લામાં ખાબક્યો વરસાદ, સાપુતારામાં માર્ગો પર સન્નાટો છવાયો

Gujarat Weather Update: ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતાં વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. 

છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે

હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે. જ્યારે 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.

20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

'સબકી આંખો કા તારા' સાપુતારા બન્યું રોમેન્ટીક

ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ડાંગ-સાપુતારા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં ઠંડીનો ચમકારો વધતાં વાતાવરણ રોમેન્ટીક બની ગયું છે. ઠંડીના ચમકારાના લીધે સાપુતારાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. 

અંબાલાલ પટેલે કરી હતી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી હતી. 4થી 8 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. 10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. હવામાનમાં બદલાવ આવશે અને કચ્છના ભાગોમાં ઠંડો પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.