Get The App

50થી 60 કિ.મી.ની ઝડપે પવન અને વીજકડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
Gujarat weather update


Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે (3 જૂન) રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે. આજે જે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છનો સમાવેશ થાય છે. અહીં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાત અને કચ્છ: 50 - 60 કિમી પ્રતિ કલાક પવનની ગતિ, મધ્યમ વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: 40 - 50 કિમી પ્રતિ કલાક પવનની ગતિ, હળવાથી મધ્યમ વરસાદ

50થી 60 કિ.મી.ની ઝડપે પવન અને વીજકડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ 2 - image

અસહ્ય ગરમીથી મળી મુક્તિ!

હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, અમદાવાદમાં સોમવારે તાપમાન 40.8°C હતું, જે મંગળવારે ઘટીને 37°C પર પહોંચ્યું છે, એટલે કે એક જ દિવસમાં 3.8°C નો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ રાહત ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં તાપમાન સામાન્ય કરતા 4.7°C જેટલું નીચે ઉતરીને 36.2°C નોંધાયું છે.